પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષમાન ભારત યોજનાનો લાભ અનેક જરૂરિયાતમંદો લેતા હોય છે. આણંદના મોગર ગામે આવેલા શંકરા આઈ હોસ્પિટલમાં આ યોજનાઓ અંતર્ગત 235થી વધારે દર્દીઓને નિઃશુલ્ક સારવારનો લાભ આપી ચૂકી છે. ખેડા જિલ્લાના બાલાસિનોર અને આસપાસના વિસ્તારમાંથી શંકરા આઈ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરી દર્દીઓને કેમ્પના સ્થળેથી હોસ્પિટલ સુધી લાવવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
આણંદમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 235થી વધારે દર્દીઓની સારવાર કરાઈ - Sankra eye hospital
આણંદ:જિલ્લાના મોગર મુકામે શંકરા આઈ હોસ્પિટલ આવેલી છે. જે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જોડાયેલા છે. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં આંખના 235 ઓપરેશન આ યોજના અંતર્ગત નિશુલ્ક કરવામાં આવ્યા છે.
સ્પોટ ફોટો
હોસ્પિટલમાં તેમનું જરૂરી ઓપરેશન કરી પરત કેમ્પ સ્થળે પહોંચવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. સાથે સાથે દર્દી અને તેના સગાને સારવાર દરમિયાન રહેવા તથા જમવાની પણ નિશુલ્ક સેવા આપવામાં આવે છે. સોમવારે યોજાયેલા કેમ્પમાં બાલાસિનોર ગામ મુન્ની બેન શેઠ, સિકંદર ખાન પઠાણના ઓપરેશન આ યોજના અંતર્ગત વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. આ યોજનાનો લાભ મેળવનાર દર્દીઓ તેમજ તેમના સગાઓ અને પરિવારજનોએ પ્રધાનમંત્રીની આ યોજનાનો આભાર માન્યો હતો.