ગુજરાત

gujarat

ETV Bharat / state

મિટ્ટી સત્યાગ્રહ યાત્રા પહોંચી સરદારના વતન કરમસદ - Peasant movement

દાંડીથી નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા આણંદના કરમસદ ગામે આવી પહોંચી હતી. જ્યાં સરદાર પટેલના ઘર આંગણની માટી લીધી હતી. આ માટીને દિલ્હી મોકલવામા આવશે

મિટ્ટી સત્યાગ્રહ યાત્રા પહોંચી સરદારના વતન કરમસદ
મિટ્ટી સત્યાગ્રહ યાત્રા પહોંચી સરદારના વતન કરમસદ

By

Published : Mar 31, 2021, 7:22 PM IST

  • મિટ્ટી સત્યાગ્રહ ની યાત્રા કરમસદ પહોંચી
  • ખેડૂત આંદોલનમા મૃત્યુ પામેલા ખેડૂતો માટે સ્મારક બનાવવા કરી રહ્યા છે માટી એકત્ર
  • સરદારના ઘરની માટીને પણ યાત્રીકોએ કરી સ્મારકની માટીમા સામેલ

કરમસદઃ કેન્દ્ર સરકારના ખેડૂત માટે લાગુ કરાયેલ નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં મિટ્ટી સત્યાગ્રહ યાત્રામિટ્ટી દેશના જુદા જુદા રાજ્યોમાથી શરુ થઇ છે. જેના ભાગરૂપે દાંડીથી નિકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા 31 માર્ચે સરદાર પટેલના વતન આણંદના કરમસદ ખાતે આવી પહોચ્ચી હતી. જ્યાં સરદાર પટેલના ઘર આંગણની માટી લીધી હતી.

મિટ્ટી સત્યાગ્રહ યાત્રા પહોંચી સરદારના વતન કરમસદ

યાત્રામા ગામે ગામથી માટી એકત્રિત કરવામાં આવી રહી છે

દાંડીથી નીકળેલી મિટ્ટી સત્યાગ્રહ યાત્રા આણંદના કરમસદ ગામે આવી પહોંચી હતી. આ યાત્રામા ગામે ગામથી માટી એકત્રિત કરવામા આવી રહી છે. ત્યારે કરમસદ સરદાર પટેલના પૈત્રુક ઘરે આવેલા આ મીટ્ટી સત્યાગ્રહના યાત્રીકોએ સરદાર પટેલની અખંડ જ્યોતના દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કૃષિ કાયદાના વિરોધમા છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબ હરિયાણા તથા અન્ય રાજ્યના ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. જેમા ઘણા ખેડૂતોએ આંદોલન દરમિયાન જીવ પણ ગુમાવ્યો છે, તેમની યાદમા કિસાન સ્મારક બનવવા માટે દેશના તમામ રાજ્યોમાથી માટી એક્ત્ર કરવાની કામગીરી શરુ કરવામા આવી છે.

મિટ્ટી સત્યાગ્રહ યાત્રા પહોંચી સરદાર ના વતન કરમસદ

આ પણ વાંચોઃપારડીમાં યોજાઇ ખેડ સત્યાગ્રહ રેલી, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ એક જ મંચ પર મળ્યા જોવા

માટીને દિલ્હી મોકલવામા આવશે

મિટ્ટી સત્યાગ્રહના ભાગ રૂપે નીકળેલી રેલી 31 માર્ચનાં રોજ કરમસદ સરદાર પટેલના ઘરે પહોંચી આવી હતી. મિટ્ટી સત્યાગ્રહના ભાગરુપે નીકળેલી રેલી કરમસદ સરદાર પટેલના આંગણની માટી લેવા યાત્રીકો કરમસદ પહોચ્યા હતા. જે કરમસદથી અમદાવાદ ખાતે જશે, ત્યાર બાદ આ માટી દિલ્હી ખાતે મોકલવામા આવશે.

આ પણ વાંચોઃનવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ મિટ્ટી સત્યાગ્રહ શરૂ કર્યો

ABOUT THE AUTHOR

...view details