આણંદ: ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસને અષાઢી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુ વંદનાનું શ્રેષ્ઠ મહત્વ રહેલું છે. શાસ્ત્રો, ગ્રંથો, મોક્ષ, જ્ઞાન અને દેવો સાથે મેળાપનો માર્ગ એટલે ગુરુ. ગુરુ શબ્દનો અર્થ એ થાય છે. 'જે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય તે 'ગુરુ'.
ગુરુપૂર્ણિમાઃ સારસા સતકૈવલના આચાર્ય અવિચલદાસ મહારાજનો ગુરુ સંદેશ, ઘરે રહી ઉજવણી કરો...
ગુરુપૂર્ણિમા એટલે જ્ઞાનનું પર્વ ગુરુ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. પહેલાં જેની પૂજા કરવામાં આવે ત્રણેય દેવોના એકમાં દર્શન થાય તેને ગુરુ કહેવાય, ગુરુ અને શિષ્યના મિલનનો પાવન પર્વ એટલે ગુરુપૂર્ણિમા.
સારસા સતકૈવલ સપ્તમ કુવૈરાચાર્ય અવિચલદાસ મહારાજનો ગુરુ સંદેશ
આ પાવન દિવસે જ્ઞાનપીઠાધિપતિ ગુરુગાદી સત કૈવલ મંદિરના સપ્તમ કુવૈરાચાર્ય આચાર્ય અવિચલદાસ મહારાજે ગુરુઉપદેશ આપ્યો હતો. આચાર્ય અવિચલદાસ મહારાજ દ્વારા ETV bharat થકી ભક્તોને ઉપદેશ આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશ પર આવી પડેલી આપદામાં માનવ મેળાવડો કરવો જોખમ રૂપ સાબિત થઈ શકે માટે આ વર્ષે ગુરુપૂર્ણિમાની ઉજવણી ઘરે રહી કરવી જોઈએ. કોરોના મહામારીથી બચવા માટે સરકારી સૂચનોનું પાલન કરવું જોઈએ તથા આ મહત્વના દિવસને ઘરે રહી ઉજવણી કરી ગુરુ આશિષ પ્રાપ્ત કરવા જોઈએ.