ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો વર્ષ 1948માં સરદારના સેક્રેટરીને કેમ છૂટ્યો હતો પરસેવો...! - નરીમાન કામા

આઝાદીની ચળવળ બાદ જ્યારે અંગ્રેજોના રાજમાંથી ભારત દેશને સ્વતંત્રતા મળી ત્યારે ભારત દેશના પ્રથમ ગૃહપ્રધાન તરીકે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને બેસાડવામાં આવ્યાં હતાં. નવનિર્મિત ભારતની કમાન એક એવા વીર પોલીસના હાથમાં હતી કે, જેને તેના કામ અને તેને ગરિમાની જાળવણી કરવાની પૂરેપૂરી સભાનતા હતી.

જાણો 1948માં સરદારના સેક્રેટરીને કેમ છૂટ્યો હતો પરસેવો!
જાણો 1948માં સરદારના સેક્રેટરીને કેમ છૂટ્યો હતો પરસેવો!

By

Published : Oct 31, 2020, 7:40 PM IST

  • સરદાર જયંતિએ સરદારપ્રેમીની સ્મરણાંજલિ
  • સરદાર પટેલની કર્તવ્યનિષ્ઠા દર્શાવતો મોટો પ્રસંગ
  • નરીમાન કામા માટે સરદારના દિલમાં દરિયાદિલી
  • સેક્રેટરી મુકુંદભાઈ ભટ્ટ સાથે બનેલી ઘટનાનું સંસ્મણ વાગોળાયું

    વિદ્યાનગરઃ સરદાર પટેલના જીવન સાથે સંકળાયેલા અનેક કિસ્સાઓ આજે પણ લોકો માટે પ્રેરણાદાયક બને છે. ત્યારે એક સરદાર પ્રેમી એવા વિદ્યાનગરના રમેશભાઈ પ્રજાપતિ એ સરદાર વિષે વાત કરતા આ કિસ્સો જણાવ્યો હતો. રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ભારતને આઝાદી મળ્યાં બાદ સૌપ્રથમ દેશના ગૃહ ખાતાંની કમાન સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી હતી. તે સમયે મહારાષ્ટ્રના રાજકીય આગેવાન નરીમાન કામા સરદાર પટેલને અંગત કામથી દિલ્હી ગૃહવિભાગમાં મળવા ગયાં હતાં. જ્યાં ગૃહકચેરીમાં પ્રવેશ પાસ બનાવી નરીમાન કામા સરદાર પટેલને મળી દિલ્હી ખાતેની હોટેલમાં પરત ફર્યાં હતાં. આ મુલાકાત બાદ કમનસીબે તેમનું આકસ્મિક મૃત્યુ નીપજ્યું હતું, જેથી દિલ્હી પોલીસે કામાના હોટેલ રૂમમાં તેમની ઓળખ કરવા તપાસ કરી હતી. જ્યાં પોલીસને ગૃહપ્રધાનની મુલાકાત માટેનો પ્રવેશ પાસ મળ્યો હતો, જેથી કામાના મૃત્યુ અંગેના સમાચાર આપવા પોલીસે ગૃહ વિભાગમાં જાણ કરી હતી.
    સેક્રેટરી મુકુંદભાઈ ભટ્ટ સાથે બનેલી ઘટનાનું સંસ્મણ વાગોળાયું
  • નરીમાન કામાના મૃતદેહને મોકલવાનું બિલ બન્યું કારણ

    જે સંદેશ તે સમયના સરદાર પટેલના સેક્રેટરી મુકુંદભાઈ ભટ્ટને મળતાં મુકુંદભાઈએ ગૃહપ્રધાન સરદારને આ દુઃખદ ઘટના અંગે માહિતી આપી. ત્યારે સરદાર પટેલની સૂચના મુજબ કામાના મૃતદેહને દિલ્હીથી મુંબઈ મોકલવા માટેની તમામ વ્યવસ્થા ઉભી કરવા મુકુંદભાઈને સૂચના આપી હતી. જે મુજબ મુકુંદભાઈ દ્વારા નરીમાન કામાના મૃતદેહને વિમાન માર્ગે મહારાષ્ટ્ર પહોચાડવા વ્યવસ્થા ઉભી કરી દીધી હતી. ઘટનાના થોડા દિવસો પછી વિમાન કંપની દ્વારા કામાના મૃતદેહને દિલ્હીથી મુંબઈ મોકલવાના ભાડાનું બિલ ગૃહ ખાતાંમાં આવ્યું. જે જોઈ મુકુદભાઈને બિલ વિશે સરદારને જણાવવું કે કેમ તે અંગે મુંઝવણ થઈ. તેમણે સરદારને બિલ અંગેની વાત જણાવી નહીં અને બિલ પોતાની પાસે રાખી મૂક્યું, આ વાતને થોડા દિવસો વીત્યા બાદ કંપની દ્વારા બિલ અંગે ફરીથી રજૂઆત મોકલવામાં આવતાં મુકુંદભાઈ દ્વારા સરદાર પટેલને આ બિલ અંગે જણાવવામાં આવ્યું હતું.
    સરદાર જયંતિએ સરદારપ્રેમીની સ્મરણાંજલિ

  • બે વખત રજૂઆત થતાં બિલ મોકલવું પડ્યું


સરદારને સંદેશ વિશે માહિતી મોકલતાં મુકુંદભાઈને ભારે મૂંઝવણની અનુભૂતિ થતી હતી. સરદાર શું કહેશે અને તેમના સ્વભાવ મુજબ સરદાર કેવા નિર્ણય લેશે, તે અંગે અનેક સવાલો તેમના મનમાં ઉદભવી ગયાં હતાં,. મુકુંદભાઈ દ્વારા હિંમત કરી ગૃહપ્રધાન સરદારને તેમણે તે બિલ માણસ દ્વારા મોકલવામાં આવ્યા અને ઝરૂખામાંથી મનમાં સંકોચ સાથે જોવા લાગ્યાં. ઘટનાની ગંભીરતા જોતાં સરદારે બિલ પર કંઈક રિમાર્ક લખી તે બિલ વાળી ફાઇલ મુકુંદભાઈને પરત મોકલી.

  • ...અને સામે આવી સરદારની સંવેદનશીલતા, કર્તવ્યનિષ્ઠા


મુકુંદભાઈ તો સરદારને રિમાર્ક લખતા જોઈ પરસેવે રેપઝેબ થઈ ગયાં હતાં. તેમના મનમાં અનેક વિચારોનું ઘોડાપુર આવું ગયું હતું કે, સરદાર પટેલે શું લખ્યું હશે? કોઈ કઠોર નિર્ણય તો નહીં લીધો હોય ને? તેવા અનેક સવાલો વચ્ચે તેમણે તરત તે ફાઇલ લઈને ખોલી રિમાર્ક વાંચી! તેમણે રિમાર્ક વાંચી અને તેઓ ભાવૂક બની ગયાં. સરદાર પટેલે રિમાર્કમાં જણાવ્યું હતું કે, "આપેલા બિલના તમામ નાણાં મારા અંગત એકાઉન્ટમાંથી ચૂકવવામાં આવે" આ રિમાર્ક વાંચતા જ મુકુંદભાઈની નજરોમાં સરદાર પટેલ માટે એક અલગ જ સ્થાન પ્રાપ્ત થઈ ગયું.

ABOUT THE AUTHOR

...view details