- ડૉ. આર. એસ. સોઢી(Dr R S sodhi)ને મળ્યો ટોક્યો જાપાનનો પ્રતિષ્ઠિત એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટિ ઓર્ગેનાઈઝેશન (APO) રિજનલ એવોર્ડ
- ડૉ. આર. એસ. સોઢી(Dr R S sodhi)20 વર્ષમાં આ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય
- દર પાંચ વર્ષે માત્ર પાંચ એવોર્ડ આપવામાં આવે છે
આણંદ : ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (Gujarat Co-operative Milk Marketing Federation Limited)ના મેનેજિંગ ડિરેકટર ડૉ. આર. એસ. સોઢીએ ટોક્યો જાપાનનો પ્રતિષ્ઠિત એશિયા પ્રોડક્ટિવિટિ ઓર્ગેનાઈઝેશન (Asia Productivity Organization) રિજનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. આર. એસ. સોઢી (Dr R S sodhi) ગત 20 વર્ષમાં ભારતમાંથી આ એવોર્ડ મેળવનારા પ્રથમ વ્યક્તિ છે. ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (Department for Promotion of Industry and Internal Trade) હેઠળ કાર્યરત નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ (National Productivity Council)એ એશિયા પ્રોડક્ટિવિટિ ઓર્ગેનાઈઝેશન એવોર્ડ ( Regional Asia Pacific Productivity Champion Award ) માટે ડૉ. આર એસ. સોઢી (Dr R S sodhi)ના નામની સર્વાનુમતે ભલામણ કરવામાં આવી હતી.
APO રિજિયોનલ એવોર્ડઝ દર પાંચ વર્ષે આપવામાં આવે છે
નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ (National Productivity Council) તાલિમ અને કન્સલ્ટન્સી પૂરી પાડે છે અને અનેક ક્ષેત્રોમાં સંશોધનની કામગીરી કરે છે. નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ (National Productivity Council) ટોક્યો સ્થિત ઈન્ટર-ગવર્મેન્ટલ સંસ્થા એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઈઝેશન (એપીઓ), કે ભારત જેનુ સ્થાપક સભ્ય છે તેના ઉત્પાદનને પ્રોત્સાહનનાં આયોજનો અને કાર્યક્રમોનુ અમલીકરણ કરે છે. એશિયા પ્રોડક્ટિવિટિ ઓર્ગેનાઈઝેશન (Asia Productivity Organization) NPOના સભ્ય દેશો પાસેથી નોમિનેશન મંગાવે છે. APO રિજિયોનલ એવોર્ડઝ દર પાંચ વર્ષે આપવામાં આવે છે અને દરેક દેશ તમામ નોમિનેશનમાંથી માત્ર એક જ ઉમેદવાર માટે નોમિનેશન મોકલાવી શકે છે. દર પાંચ વર્ષે માત્ર પાંચ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ એવી વ્યક્તિઓને આપવામાં આવે છે, કે જેમણે એશિયા પેસિફિક રિજિયન ( Asia Pacific Region )માં ઉત્પાદકતાની મુવમેન્ટમાં યોગદાન આપ્યું હોય અને તે APOનુ ચોક્કસ અર્થતંત્ર નેશનલ એવોર્ડ ( Regional Asia Pacific Productivity Champion Award )ને પાત્ર બને છે.
ડૉ. સોઢી (Dr R S sodhi) IRMAની પ્રથમ બેચના વિદ્યાર્થી છે
આ પ્રસંગે ડૉ. આર. એસ. સોઢી (Dr R S sodhi)એ ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદકો વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ડૉ. સોઢી (Dr R S sodhi) ઈન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ, (IRMA)ની પ્રથમ બેચના વિદ્યાર્થી છે. તે વર્ષ 1982માં IRMAમાંથી અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ તુંરત અમૂલમાં જોડાયા હતા અને જૂન 2010થી અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેકટર પદે છે. આ એવોર્ડ સ્વીકારતાં તેમણે અરૂણ કુમાર ઝા, IEES, ડિરેક્ટર જનરલ, નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, DPIIT (Department for Promotion of Industry and Internal Trade), ભારત સરકારનો એવોર્ડ માટે 'મિલ્ક મેન'ને નોમિનેટ કરવા બદલ આભાર માન્યો હતો.
11 વર્ષમાં સભ્ય સંઘોનુ દૂધ એકત્રીકરણ 2.7 ગણુ વધ્યું