ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો, રાજ્યમાં સૌથી વધુ પાસપોર્ટની અરજી ધરાવતા જિલ્લા વિશે - anand news

અન્ય દેશમાં પ્રવાસ કરવા માટે મહત્વપૂર્ણ ઓળખ પત્ર એટલે પાસપોર્ટ. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પાસપોર્ટ અરજીઓ આણંદ જિલ્લો ધરાવે છે. માસિક 3000 ઉપરાંત પાસપોર્ટની અરજીઓ આવે છે તેમજ આણંદ જિલ્લાના હેડક્વાર્ટર DySP ડી. આર. પટેલે જણાવ્યું હતું કે, પાસપોર્ટ રિજનલ ઓફિસથી ઓનલાઈન અરજીઓનું વેરિફિકેશન LIB ઓફિસને મોકલી આપવામાં આવે છે. વર્ષ-2020માં 23020 અરજીઓ આવી હતી.

રાજ્યમાં સૌથી વધુ પાસપોર્ટની અરજી ધરાવતા જિલ્લા વિશે
રાજ્યમાં સૌથી વધુ પાસપોર્ટની અરજી ધરાવતા જિલ્લા વિશે

By

Published : Mar 18, 2021, 9:34 PM IST

  • રાજ્યમાં સૌથી વધુ પાસપોર્ટ અરજીઓ ધરાવતો જિલ્લો
  • જિલ્લામાં માસિક 3000 ઉપરાંત પાસપોર્ટની અરજીઓ આવે છે
  • પાસપોર્ટ રિજનલ ઓફિસથી ઓનલાઈન અરજીઓનું વેરિફિકેશન LIB ઓફિસને મોકલી આપવામાં આવે છે
  • વાર્ષિક અંદાજિત 32000 ઉપરાંત અરજીઓ આવે છે

આણંદ:કોઈ પણ દેશમાંથી અન્ય દેશમાં પ્રવાસ કરવા માટેનો મહત્વપૂર્ણ ઓળખ પત્ર એટલે તે દેશ દ્વારા નાગરિકને આપવામાં આવેલો પાસપોર્ટ જે દસ્તાવેજને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યક્તિને પોતાની ઓળખ અને નાગરિકત્વને પ્રસ્થાપિત કરવામાં મહત્તવની ભૂમિકા ભજવે છે. આપણા દેશમાં પણ સરકાર દ્વારા નાગરિકોને પાસપોર્ટ કાઢી આપવામાં આવતો હોય છે અને આ મહત્તવપૂર્ણ દસ્તાવેજ મેળવવા માટેની ક્ષતિરહિત એક સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ પ્રક્રિયામાં ખુબ જ જરૂરી અને અગત્યનો ફાળો પાસપોર્ટની અરજી થયા પછી પોલીસ વિભાગ દ્વારા નિભાવવામાં આવે છે. આવો, જાણીએ પોલીસ વિભાગ દ્વારા પાસપોર્ટ માટે આવતી અરજીઓમાં અરજદારને લગતી કેવી તાપસ કરવામાં આવતી હોય છે.

વાર્ષિક અંદાજિત 32000 ઉપરાંત અરજીઓ આવે છે

આ પણ વાંચો:મોરબીમાં પાસપોર્ટ સેવાકેન્દ્રનો અભાવ, મોરબીવાસીઓને રાજકોટના ધક્કા

રાજ્યમાં સૌથી વધારે અરજીઓ ધરાવતો જિલ્લો-આણંદ

દેશમાં દરરોજ હજારો લોકો પાસપોર્ટ માટે અરજી કરતા હોય છે.પાસપોર્ટ એક મહત્વપૂર્ણ ઓળખનો પુરાવો છે, જે ભારત સરકાર તરફથી દેશના નાગરિકને દેશ-વિદેશમાં પોતાની રાષ્ટ્રીયતા અને ઓળખ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં પણ રોજની અનેક અરજીઓ નવા પાસપોર્ટ માટે અને જૂના પાસપોર્ટને રિન્યુ કરવા માટે આવતી હોય છે. રાજ્યની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં નવા પાસપોર્ટ અને જૂના પાસપોર્ટને રિન્યુ કરવા માટેની અંદાજિત 3000 ઉપરાંત માસિક અરજીઓ ધરાવતો જિલ્લો છે. જે ગુજરાત રાજ્યમાં મહાનગરોને બાદ કરતાં રાજ્યમાં સૌથી વધારે અરજીઓ ધરાવતો જિલ્લો કહી શકાય. આ અંગે આણંદ જિલ્લાના હેડક્વાર્ટર DySP ડી. આર. પટેલના જણાવ્યા મુજબ પાસપોર્ટ રિઝનલ ઓફિસથી ઓનલાઈન અરજી જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેલી LIB ઓફિસમાં આવે છે. LIB આણંદ ઓફિસ પરથી આવેલી અરજીઓને લાગતા-વળગતા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે છે.

આ પણ વાંચો:તેલંગાણામાં નકલી દસ્તાવેજના આધારે પાસપોર્ટ બનાવતા 6 આરોપી ઝડપાયા

પોલીસ સ્ટેશનમાં અરજદારની અરજીની તપાસ થાય છે

DySP પટેલે ઉમેર્યુ હતું કે, પોલીસ સ્ટેશનમાં અરજદારની અરજીની તપાસ કરવામાં આવે છે. જેમાં પોકેટ ગુજ કોપ, ક્રાઈમ રેકોર્ડમાં અરજદારનાં નામ અને સરનામું અને પુરાવા અંગે ચકાસણી કરવામાં આવે છે. અરજદારના ક્રાઈમ રેકોર્ડ , સ્થાનિક સંગઠનમાં સંડોવણી, અન્ય કોઈ પ્રવૃત્તિમાં સક્રિય છે કે કેમ, રાજ્યમાં અને રાજ્ય બહાર કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અરજદારનું નામ છે કે કેમ તે તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ અરજદારના ઘરે અને વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવે છે. અરજદારને લાગુ પડતાં પોલીસ મથકેથી પાસપોર્ટની અરજી જરૂરી સૂચનાઓ અને સંબંધિત ફોર્મની પૂરતી સાથે પરત LIB ઓફિસમાં મોકલવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા પણ ઓનલાઈન થતી હોય છે.

સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થતી હોય છે

વધુમાં DySP પટેલે ઉમેર્યુ હતું કે, LIB ઓફિસ પર પોલીસ સ્ટેશનમાંથી પરત આવેલી અરજીને પોલીસ મથકના રિપોર્ટ સાથે ઓનલાઈન પાસપોર્ટ ઓર્થોરિટીને મોકલી આપવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં અરજદારના પાસ્ટ ક્રાઈમ રેકોર્ડ સાથે વર્તમાન સમયમાં પણ અરજદારની કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી છે કે કેમ તે મુદ્દાઓ પર વિશેષ તપાસ કરવામાં આવે છે. જેમાં ગુજરાત પોલીસની ટેક્નિકલ અને ઇન્ટેલિજન્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. સમગ્ર પ્રક્રિયા માટે નિયત સમય મર્યાદા આપવામાં આવતી હોય છે, જે ને ધ્યાને રાખી સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.

દર વર્ષે અંદાજિત 30000 ઉપરાંત પાસપોર્ટની અરજીઓ આવે છે

આણંદ જિલ્લામાં દર વર્ષે અંદાજિત 30000 ઉપરાંત પાસપોર્ટની અરજીઓ અરજદાર દ્વારા કરવામાં આવતી હોય છે. જેમાં મુખ્યત્વે જિલ્લા પોલીસનાં નિષ્ણાંત પોલીસ અધિકારીઓ દ્વારા 21 દિવસમાં મળેલી અરજીઓનો નિકાલ કરવામાં આવતો હોય છે. આણંદ જિલ્લામાં વર્ષ-2020માં 23020 અરજીઓ આવી હતી. વર્ષ-2019માં 32860 અરજીઓ આવી હતી, જ્યારે વર્ષ-2018માં 28599 જેટલી અરજીઓ આણંદ LIB ઓફિસ પર આવી હતી. જેનો નિકાલ નિયત સમયમાં કરી દેવામાં આવ્યો હોવાની જાણકારી અધિકારી દ્વારા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે પણ સરકાર દ્વારા કોઈ નાગરિકને પાસપોર્ટ આપવામાં આવતો હોય છે, તે પહેલાં પાસપોર્ટ ઓર્થોરિટી દ્વારા પોલીસની મદદથી તે અરજદાર પાસપોર્ટ મેળવવા યોગ્ય છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવતી હોય છે. જેથી કોઈ અયોગ્ય વ્યક્તિ આ મહત્વપૂર્ણ દસ્તાવેજ મેળવી તેનો ગેરફાયદો ન ઉઠાવી શકે.

ABOUT THE AUTHOR

...view details