ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીમાં વ્યાપક નુકશાન થવાની ભીતિ - Mahi river

આણંદઃ જિલ્લામાંથી પસાર થતી મહી નદીમાં છોડવામાં આવેલા 7 લાખ ક્યુસેક પાણી દ્વારા કાંઠા ગાળાના વિસ્તારોમાં ખેતીને વ્યાપક નુકશાન પહોંચે તેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ ઉભી થઈ રહી છે. મહીસાગર નદીમાં આવેલા પુરના કારણે નદીના પાણી કથાગાળાના ગામ અને સીમ વિસ્તારોમાં ગરકાવ થયાની અનેક ઘટનાઓ બનવા પામી હતી.

આણંદમાં પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીમાં વ્યાપક નુકશાન થવાની ભીતિ

By

Published : Sep 16, 2019, 3:24 PM IST

મહીસાગર નદી કિનારે આવેલા ગામો જેવાકે અહીમાં, ખેરડા, ખાનપુર, રાજુપુરા, વહેરા, કાનવાડી, ઉમેટા, વાસદ,નાની શેરડી, કાઠિયાંખાંળ, સારોલ વાલવોડ, ગાજણા, ગંભીરા, જેવા અનેક નદી કિનારે આવેલા ગામોના નીચાણવાળા વિસ્તારમાં તથા નીચાણવાળા ખેતરમાં પુરના પાણી ફરી વળ્યાંની ઘટનાઓ બનવા પામી હતી.

આણંદમાં પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીમાં વ્યાપક નુકશાન થવાની ભીતિ
etv bharatની ટિમ દ્વારા પુર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ગંભીરા ગામના બેટડી વિસ્તારમાં જ્યાં 1500 કરતા વધુ વ્યક્તિઓ પર પુરના પાણીએ ભારે પ્રકોપ સર્જ્યો હતો. જ્યાં ઘણા મકાનોમાં પાણી ફરી વળ્યાની ઘટનાઓ બની હતી, તો અંદાજીત 1000 વીઘા કરતા વધુ જમીનમાં ખેતીને નુકસાન થયા હોવાની વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં મુખ્યત્વે તમાકુ, ડાંગર, દિવેલા, જેવા પાકની ખેતી કરવામાં આવી હતી, જેને પુરના પાણીથી વ્યાપક નુકશાન થયાની જાણકારી સ્થાનિકો દ્વારા આપવામાં આવી હતી.

અહીં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સહાય અને મદદ અસરગ્રસ્તને વહેલી તકે મળે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે, ત્યારે હવે તંત્ર દ્વારા આ પુર પીડિતોની ક્યારે અને કેવી મદદ કરવામાં આવે છે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details