ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં વધતા કોરોના સંક્રમણને લઇ જિલ્લાના 6 ગામડાઓમાં સ્વંયભૂ લોકડાઉન, જુઓ વિશેષ અહેવાલ... - special story

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણનો આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઇ જિલ્લામાં 6 ગ્રામપંચાયતો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

Anand news
આણંદ જિલ્લાના 6 ગામમાં સ્વયંભૂ લોકડાઉન

By

Published : Sep 24, 2020, 9:46 PM IST

આણંદઃ જિલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. શહેરી વિસ્તારોમાંથી હવે ગ્રામ્ય કક્ષાએ પણ કોવિડ-19નું સંક્રમણ ચિંતાજનક રીતે ફેલાઇ રહ્યું છે. ત્યારે જિલ્લાની ગ્રામ પંચાયતોએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે.

આણંદ જિલ્લાના 6 ગામમાં સ્વયંભૂ લોકડાઉન

જિલ્લામાં સૌપ્રથમ ગુજરાતનું પેરિસ ગણાતા ધર્મજ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ્ય કક્ષાએ 15 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. બાદમાં ક્રમશઃ સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદમાં અને મોગરીમાં ગ્રામપંચાયત દ્વારા લોકડાઉનની જાહેરાત કરવાં આવી હતી. ગતરોજ બુધવારે જિલ્લાના વાસદ ગામમાં પણ લોકડાઉનની અપીલને નોંધનીય પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે આજે ગુરુવારે સત્ કૈવલ સંપ્રદાયના વડામથક સારસા ગામે પણ લોકડાઉનની જાહેરાત કરી હતી. જેને ગ્રામજનોનું સંપૂર્ણ સમર્થન મળ્યું હતું.

આણંદ જિલ્લાના 6 ગામમાં સ્વયંભૂ લોકડાઉન
સારસા ગામમાં આજ (ગુરુવાર)થી 10 દિવસના લોકડાઉન માટે પંચાયત અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેને ગ્રામજાનોએ આવકાર્યું હતું. ગામની તમામ નાની-મોટી દુકાનો નિયત સમય બાદ સજ્જડ બંધ રહી હતી. સારસમાં છેલ્લા બે દિવસમાં 30થી વઘુ કોરોનાં સંક્રમિત દર્દીઓ સામે આવતા ગ્રામજનોએ સર્વાનુમતે સ્વયંભૂ લોકડાઉન માટે સહમતી દાખવી હતી.
આણંદ જિલ્લાના 6 ગામમાં સ્વયંભૂ લોકડાઉન

આજે સારસા ગામમાં જાહેર થયેલા લોકડાઉનના પ્રથમ દિવસે ETV BHARAT દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે સ્થાનિકોએ ગામમાં ફેલાઈ રહેલા કોરોના પ્રકોપ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણની ઝપેટમાં સારસા ગામના નાગરિકો પણ આવ્યા હતા. જેમાં ગામમાંથી જ બે દિવસમાં 30 કરતા વધારે સિક્રેટ કેરિયરના કિસ્સા સામે આવતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ જો 10 દિવસમાં સંક્રમણ કાબૂમાં નહીં આવે તો આગામી સમયમાં આ લોકડાઉનની અવધિમાં વધારો કરવાની પણ તૈયારી ગ્રામજનોએ દાખવી હતી.

આણંદ જિલ્લાના 6 ગામમાં સ્વયંભૂ લોકડાઉન
ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય કક્ષાએ પંચાયત દ્વારા લેવામાં આવતા આ નિર્ણય થકી જિલ્લામાં ફેલાતું કોરોના સંક્રમણ પર નિયંત્રણ લાવવામાં કેટલું કારગર નીવડે છે તે જોવું રહ્યું. પરંતુ તમામ 6 ગામોના નાગરિકો આ નિર્ણયને આવકારી સુરક્ષિત બનવા પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર પણ આ પ્રકારના નક્કર પગલાં જિલ્લા કક્ષાએ લે તેવી સ્થાનિકોની માગ છે.
આણંદ જિલ્લાના 6 ગામમાં સ્વયંભૂ લોકડાઉન

ABOUT THE AUTHOR

...view details