આણંદઃ જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાતા તેને રેડ ઝોનમાં સમાવેશ કરાયો હતો. જેથી વેપાર વ્યવસાય બંધ હતા. જે લોકડાઉન4 માં રાજ્ય સરકારે આપેલ છુટછાટના કારણે પુનઃ ધમધમતા થયા છે.
લોકડાઉન 4 : આણંદ જિલ્લો પુનઃ ધબકતો બન્યો આણંદ જિલ્લાના ખંભાત શહેરના ત્રણ વોર્ડ કન્ટેનમેન્ટ વિસ્તારમાં સામેલ કરવામાં આવ્યા છે. તે સિવાય જિલ્લામાં તમામ વ્યવસાય સરકારી ધારા ધોરણ હેઠળ ચાલુ કરવામાં આવ્યા છે. સાથે જ જે સિનેમા, મોલ અને શોરૂમ જેવા વ્યવસાયને પરવાનગી આપવામાં આવી નથી.વાહનવાહન વ્યવહાર વિકલ્પો પણ જિલ્લામાં ફરી રસ્તાઓ પર જોવા મળ્યા હતા. જેમાં રીક્ષા, ટેક્ષી અને બસ રોડ પર જોવા મળ્યા હતા. આ તમામ વચ્ચે દુકાનદારો ગ્રાહકોને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા અપીલ કરતા નજરે પડ્યા હતા. સાથે જ લોકો પણ જાગૃત બની માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા.etv bharat પણ નાગરિકોને અપીલ કરી રહ્યું છે કે, કોરોના સામે સુરક્ષિત રહેવા સ્વયં શિસ્તમાં રહે અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરી કોરોના સામે જીત મેળવવા તંત્રને મદદરૂપ બને.