||જય શ્રી કૃષ્ણ||
નંદ ઘેર આનંદ ભયો,
જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી,
જય કનૈયા લાલ કી,
જન્માષ્ટમી નિમિત્તે આણંદના પ્રખ્યાત ડો. નયના પટેલનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર - IVF Specialist Dr. Nayana Patel
આજે 30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીનો પર્વ છે. ગયા વર્ષે આ પર્વની ઉજવણી કોરોનાના કારણે થઇ ન હતી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને ઉજવણીમાં છૂટછાટ આપી છે. ત્યારે આણંદના પ્રખ્યાત IVF સ્પેશિયાલિસ્ટ ડો. નયના પટેલે જન્માષ્ટમીના પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને એક પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.
જય રણછોડ, માખણ ચોર.
હે મારા વ્હાલા કાના,
આજના દિવસે બધાને જન્માષ્ટમીના વધામણાં અને શુભેચ્છાઓ. આજના શુભ દિવસે એ જ પ્રાર્થના છે કે, કોઈપણ દંપતિને નિ:સંતાન ના રાખીશ અને બધાને ખુશી આપજે. બધાના ઘરે દીકરો કે દીકરી આપી દો અને બધાની જોરી ભરેલી રાખજો અને જે સરોગેટ માતાઓ જે નિ:સંતાન દંપતિઓને મદદ કરે છે એમને અને આવનારા બાળકને સુખી અને સ્વસ્થ રાખજો. બધાના ઘરે રમતું બાળક આપી દો, એ જ પ્રાર્થના મારા વાલા કાનાને. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી બધાની જીંદગીની દરેક પળ સુખી રહે એવી આજના જન્માષ્ટમીના દિવસે હાર્દિક શુભેચ્છાઓ...
ડો. નયના પટેલ
આકાંક્ષા હોસ્પિટલ, આણંદ