આણંદ : વિશ્વ વિખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડો.નયના પટેલે ETV BHARAT સાથે ગર્ભાવસ્થા દરમ્યાન કોવિડ-19થી રાખવા જેવી સાવચેતી વિશે ડો.નયના પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સ્ત્રીના જીવનમાં ગર્ભાવસ્થા તે એક ખૂ બ જ અગત્યનો સમય હોય છે. આ સમયમાં સ્ત્રીને પોતાની સાથે ઉદરમાં ઉછરી રહેલા બાળકનું પણ ધ્યાન રાખવું જરૂરી બની જતુ હોય છે.
કોવિડ-19ના કારણે દેશ 44 દિવસથી લોકડાઉનમાં છે, ત્યારે ગર્ભવતી મહિલાઓ માટે સાવચેતી રાખવી અતિ આવશ્યક હોય છે. ગર્ભવતી મહિલા કોવિડ સામે સુરક્ષિત રહેવા જરૂરી તકેદારી રાખી બાળક અને પોતાનું સ્વાસ્થ્ય સલામત રાખી શકે છે. સામાન્ય રીતે કોવિડથી બચવા માટે નિયમિત હાથ ધોવા, સ્વચ્છતા રાખવી દિવસ દરમિયાન માસ્ક પહેરવું, અવારનવાર સેનીટાઇઝરથી હાથ સાફ કરવા, દરેક વ્યક્તિથી સોશિયલ ડિસ્ટનસિંગ રાખવુ, અજાણ્યા અને બહારના વ્યક્તિઓનો સીધો સંપર્ક ટાળવો વગેરે સાવચેતી રાખી કોરોનાના સંક્રમણથી બચી શકાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન કોરોનાથી સુરક્ષિત રહેવા શું સાવચેતી રાખવી જોઇએ, જાણો વિશ્વવિખ્યાત ડો. નયના પટેલ પાસેથી... - વૈશ્વિક મહામારી
કોવિડ-19 વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. જેની ઝપેટમાં આજે લગભગ વિશ્વના તમામ દેશ આવી ચૂક્યા છે. આ ઉપરાંત ઘણી ઘટનાઓ એવી પણ સામે આવી છે. જેમાં કોવિડ અને તેના સંક્રમણથી બચવા ફક્ત જરૂરી સાવચેતી રાખી આ મહામારીથી બચી શક્યા હતા. સામાન્ય રીતે નવજાત બાળકો, વૃદ્ધ નાગરિકો તથા સગર્ભા મહિલાઓને આ વાઇરસથી સાચવવા પ્રાધાન્ય આપવામાં આવવું જોઈએ. ત્યારે વિશ્વ વિખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડો.નયના પટેલે ETV BHARAT સાથે ગર્ભાવસ્થા દરમ્યાન કોવિડ-19થી રાખવા જેવી સાવચેતી વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ સાથે જ યોગ્ય સારવાર સાથે ઘણા કિસ્સામાં મહિલાઓએ તંદુરસ્ત બાળકને જન્મ આપી કોરોનાને માત આપ્યાની ઘટનાઓ પણ ઘણી સામે આવી છે. જેથી ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ માતાને કોવિડની અસર વર્તાય છે તો પણ તેણે ચિંતા કરવાની જરૂર નથી. કોરોનાગ્રસ્ત માતાને કારણે તે તેના બાળકમાં આવશે તે માનસિકતા ખોટી છે, બાળકને જન્મ બાદ પણ તમામ તકેદારી સાથે માતાનું સ્તનપાન પણ કરાવી શકાય છે. માતાના ધાવણમાં કોરોના વાઇરસ હોવાનું હજુ સુધી સામે આવ્યું નથી, હા પરંતુ કોરોનાગ્રસ્ત માતાને યોગ્ય સેંનીટાઇઝિંગ કરી ટ્રિપલ પ્રોટેક્શન માસ્ક પહેરાવી સ્તનને યોગ્ય સેંનેઇટાઇઝ કરી બાળકને સ્તનપાન કરાવી શકાય.