જાણો યુનિવર્સિટી લાયબ્રેરીનું હાર્દઃ કેવી રીતે કરે છે વિદ્યાર્થીઓને મદદ - SP Univercity
આણંદ જિલ્લામાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જ શિક્ષણનગરી વિદ્યાનગર શહેર પણ આવેલું છે,જ્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતાં હોય છે અને તેમને અભ્યાસમાં સહાયરૂપ બનતી લાયબ્રેરી પણ આવેલી છે જે સામાન્ય દિવસોમાં વિદ્યાર્થીઓની ચહેલપહેલથી ધમધમતી રહેતી હોય છે. પરંતુ કોરોનાના કારણે આ યુનિવર્સિટી લાઈબ્રેરી સાવ ખાલી પડી રહી છે. ત્યારે જાણીએ યુનિવર્સિટી લોકડાઉનમાં કેવી રીતે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ બની રહે છે.
વિદ્યાનગરઃ ETVBharat દ્વારા યુનિવર્સિટી લાઈબ્રેરીની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓની ભારે ચહેલપહેલ ધરાવતી લાઈબ્રેરી સાવ ખાલી પડેલી માલૂમ પડી હતી.લોકડાઉન અને બાદમાં તબક્કાવાર જાહેર કરવામાં આવેલ અનલોકમાં હજુ સરકાર દ્વારા લાઈબ્રેરી ચાલુ કરવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, ત્યારે ઘરે રહી પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા તથા સ્વરૂચિ પુસ્તકોનું વાંચન માટે મેળવવા વિદ્યાર્થીઓને અનેક મુંઝવણો ઉભી થતી. ત્યારે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી લાઈબ્રેરી વિભાગ ઉપલબ્ધ માધ્યમ થકી પુસ્તક અને તેનું મટિરીયલ પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ કોવિડ કેેરમાં મળેલ સમયનો અભ્યાસ અને જ્ઞા ની વૃદ્ધિ કરી સદ્ઉપયોગ કરી શકે.