ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં છેલ્લા બે દિવસમાં બે યુવાનોએ કરી આત્મહત્યા - પ્રેમમાં નિષ્ફળતા

આણંદઃ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં બે આશાસ્પદ યુવાનો દ્વારા આત્મહત્યા કરી લેતા જિલ્લામાં ચકચારી માહોલ બનવા પામ્યો છે. સોમવારે વિદ્યાનગર હોસ્ટેલમાં એક વસાવા યુવક દ્વારા પ્રેમમાં નિષ્ફળતાથી આત્મહત્યા કરી હતી. ત્યારે મંગળવારે પણસોરા ખાતે ગેસ્ટ હાઉસના રૂમમાં બીજા એક યુવક દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે.

આણંદમાં છેલ્લા બે દિવસમાં બે યુવાનોએ કરી આત્મહત્યા
આણંદમાં છેલ્લા બે દિવસમાં બે યુવાનોએ કરી આત્મહત્યા

By

Published : Jan 22, 2020, 3:02 AM IST

આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પણસોરા ચોકડી પાસે આવેલ સિલ્વર ગેસ્ટ હાઉસમાં એક યુવકે આત્મહત્યા કરી લીધેલાની જાણકારી ભાલેજ પોલીસને આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમદાવાદનો રહેવાસી મિલન પટેલ 20 તારીખને સોમવારે પણસોરા ખાતે આવેલ સિલ્વર ગેસ્ટ હાઉસમાં સાંજના સુમારે આવી 8 નંબરની રૂમ ભાડે રાખીને રોકાણ કર્યું હતું. મંગળવારે જ્યારે સવારે સફાય કામદાર રૂમની સફાઈ કરવા પહોંચ્યો હતો ત્યારે વારંવાર રૂમનો દરવાજો ખખડાવી અવાજ આપ્યા છતાં અંદરથી કોઈ જવાબ ન મળતા રૂમમાં તપાસ કરતા મિલન પટેલે પંખા સાથે લટકી આત્મહત્યા કરી હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા ભાલેજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

આણંદમાં છેલ્લા બે દિવસમાં બે યુવાનોએ કરી આત્મહત્યા
પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી આવી મૃતકના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે પણસોરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા મિલન પટેલ જે ગેસ્ટ હોઉસના રૂમમાં રોકાયો હતો, ત્યાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવેલ છે, પરંતુ હાલ તપાસ ચાલુ હોવાથી પોલીસ દ્વારા આ અંગે કોઈજ પ્રકારની સ્પષ્ટતા આપવામાં આવી રહી નથી. પરંતુ બે દિવસમાં જિલ્લામાં બે આશાસ્પદ યુવાનોની આત્મહત્યા અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details