કચ્છમાં પોલીસ જવાન સહિત વધુ 4 કોરોનાના પોઝિટવ કેસ નોંધાયા - Kutch news
કચ્છમાં શનિવારે વધુ ચાર કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં પોલીસ જવાન સહિત અન્ય કોરોનાના સંકાજામાં આવ્યા છે. જેથી કચ્છમાં અત્યારે કુલ 24 એક્ટિવ કેસ રહ્યા છે.
કચ્છ: શનિવારે કોરોના પોઝિટિવના વધુ 4 કેસ નોંધાયા છે. જેમાં ગાંધીધામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જવાનનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. જેથી પોલીસ મથકના ડી સ્ટાફને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યો છે. જ્યારે જવાનને સારવાર માટે ખસેડાયા છે. અંજારના બે મળી માંડવીના દુજાપર અને રાપરના સુવઈમાં પણ એક-એક કેસ નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંજારના દેવનગરના રહેવાસી 40 વર્ષિય પોલીસ કર્મચારી, ગોલ્ડન સીટી અંજારના 21 વર્ષિય યુવાન રાપરના સુવઈના 33 વર્ષિય યુવાન અને માંડવીના દુજાપરના 26 વર્ષિય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામને સારવાર માટે કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે કચ્છમાં કુલ પોઝિટિવ કેસનો આંક 105 છે. જેમાંથી 74 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં સાત દર્દીના મોત થયા છે.જયારે 24 એક્ટિવ કેસ છે. જેમાંથી એકની હાલત ગંભીર છે.