- જિલ્લામાં કુલ 14 કેન્દ્રો કલેક્ટર ઓફિસ અંતર્ગત છે કાર્યરત
- માસિક 10 હજારથી વધુ અરજીઓ આવે છે
- નવા આધાર કાર્ડ કરતા સુધારણાની અરજીઓ વધુ મળે છે
- આણંદ જિલ્લા પંચાયતની ICDS શાખા દ્વારા પણ કરવામાં આવે છે કાર્યવાહી
- કમિશ્નર મહીલા અને બાળવિકાસ વિભાગ ગાંધીનગર (icds jilla panchayat anand) દ્વારા થાય છે નિરીક્ષણ
- જિલ્લા પંચાયતના 28 કેન્દ્રો છે કાર્યરત
આણંદઃ ભારતમાં 28 જાન્યુઆરી 2009ના રોજ દેશના નાગરિકો માટે 12 અંકોના યુનિક આઇડેન્ટિફિકેશન નંબર સાથેનું ઓળખપત્ર આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેને આધારકાર્ડ નામ આપવામાં આવ્યું હતું. આજે દેશમાં દરેક જગ્યાએ આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. શાળામાં પ્રવેશ મેળવવો હોય કે પછી બેન્કમાં બચત ખાતું ખોલાવવું હોય દરેક જગ્યાએ આ ઓળખપત્રનું વિશેષમાં કરવામાં આવતી હોય છે. જેના કારણે દરેક સત્તાવાર વ્યવહાર માટે આધાર કાર્ડ પ્રાથમિક દસ્તાવેજ બની ગયો છે. પછી ભલે તે કોઈ સરકારી યોજનાનો લાભ મેળવે અથવા શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવે દરેક જગ્યાએ આધારકાર્ડનું વિશેષ મહત્વ બની ગયું છે. આધારકાર્ડની મદદથી સરકાર સરળતાથી લાભાર્થીની માહિતી મેળવી શકે છે અને સાચા લાભાર્થી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવામાં તંત્રને સરળતા ઉભી કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ જામનગર જિલ્લાની 1,409 આંગણવાડીઓમાં બાળકોને મળી રહ્યું છે શુદ્ધ પીવાનું પાણી
દેશમાં એક ઝુંબેશના સ્વરૂપે આધારકાર્ડ કાઢવામાં આવ્યા
શરૂઆતમાં દેશમાં એક ઝુંબેશના સ્વરૂપે આધારકાર્ડ કાઢવામાં આવ્યા હતા. જેમાં સરકારી આધાર કેન્દ્રો અને ઘણા ખાનગીક્ષેત્રોમાં પણ આધાર કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા હત. જ્યાં જરૂરી દસ્તાવેજ સાથે નાગરિકો આ મહત્વપૂર્ણ દસ્તાવેજ મેળવી શકતા હતા અને પોતાને નોંધણી કરવા અથવા પહેલાથી જારી કરેલા કાર્ડ્સમાં સુધારો કરવા માટેની કામગીરી કરી શકતા હતા. જે હવે ફક્ત કલેક્ટર ઓફિસ અને જિલ્લા પંચાયત દ્વારા કાર્યરત કેન્દ્રો પર આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જ્યારે પહેલા આધાર સેવાઓ ખાનગી જગ્યાઓથી સંચાલિત સરકારી ડિજિટલ સેવાઓના એજન્ટો દ્વારા વિસ્તૃત કરવામાં આવતી હતી.
જિલ્લામાં 14 આધાર કેન્દ્રો સેવામાં હોવાની જાણકારી જવાબદાર અધિકારીએ આપી
આણંદ જિલ્લામાં કલેક્ટર ઓફિસ સંચાલિત 14 આધાર કેન્દ્રો સેવામાં હોવાની જાણકારી જવાબદાર અધિકારીએ આપી હતી. જેના રોજના 30થી 40 અરજીઓ આવતી હોવાની જાણકારી મળી હતી. આણંદ જિલ્લામાં 14માંથી હાલ 12 કેન્દ્રો કાર્યરત છે જેમાં ગત માસમાં કુલ 8,932 જેમાંથી 1,250 અરજીઓ નવા આધાર કાર્ડ માટે મળી હતી જ્યારે 7,682 અરજીઓમાં બાયોમેટ્રિક અપડેટ અથવા ડેમો અપડેટ (નામ, અટક, સરમાંનું, જન્મતારીખ)ના સુધારા માટેની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.