ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ.વર્ગીસ કુરિયન વિશે રસપ્રદ વાતો.. - ડૉ. વર્ગીસ કુરિયન વિશે રસપ્રદ વાતો

આણંદ: મિત્રો આપણે રોજ સવારે અને ચા દૂધ પી ને નાસ્તો કરીયે છીએ અને મોટે ભાગે તે દૂધ અમુલ નું હોય છે, જી હા અમુલ આજે જેની પ્રોડક્ટ આપણા જીવન ચક્રમાં ગૂંથાઈ ગઈ છે. જેની ઉપર દરેક ભારતીયનો વિશ્વાસ બંધાયેલો છે. શ્વેત ક્રાંતિનો ઉદ્ભવ કરનાર ડોક્ટર વર્ગીસ કુરિયનનો આજે 98 મો જન્મદિવસ છે. તો ચાલો તેમના વિશે રોચક વાતો...

Dr. Verghese Curian
Dr. Verghese Curian

By

Published : Nov 26, 2019, 2:58 PM IST

અમુલ ડેરી આજે એશિયાની નંબર 1 ડેરી છે, દૂધ ઉત્પન્ન ક્ષમતાની વાત કરવામાં આવે તો 30લાખ લીટર પર ડે ની કેપેસિટી ધરાવતી આ કૉ ઓપરેટિવ ડેરી છે. કો ઓપરેટિવ એટલે કે લોકો દ્વારા ચાલતી સંસ્થા અને તેને ઉભી કરવાનો શ્રેય જાય છે ડૉ વર્ગીસ કુરિયનને જેને આજે આપણે 'મિલ્ક મેન ઓફ ઇન્ડિયા', 'ફાધર ઓફ વ્હાઈટ રિવોલ્યુશન', 'શ્વેત ક્રાન્તિના પ્રણેતા' જેવા અલગ અલગ નામથી જાણીએ છીએ.

મિલ્ક મેન ઓફ ઇન્ડિયા

ડૉ.વર્ગીસ કુરિયન જેમના થકી આજે ભારત દેશમાં પશુપાલન એક વ્યવસાય બન્યો છે અને ખેડુતો તેના થકી એક સારો આવકનો સ્તોત્ર ઉભો કરી શકે છે. ડૉ. વર્ગીસ કુરિયન પાસે એટલી ડિગ્રી હતી કે તે ધારે તે કંપની માં ઊંચા હોદ્દા ઉપર સારા પગારે નોકરી કરી અને તેમનું જીવન સુખ શાંતિથી વ્યતીત કરી શક્યા હોત, કુરિયન પાસે સંપત્તિનો પણ અભાવ ન હતો.

તેમના પિતા કોચીમાં સિવિલ સર્જન હતા પરંતુ કુરિયનમાં નાનપણથી કંઈ અલગ કરવાનો ઝૂનૂન હતું. તેથી જ તેમને દૂધ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી અને એક નવીજ શરૂઆત કરી અને પદ્મ શ્રી અને પદ્મવિભૂષન જેવા સમ્માન મેળવી અને આજે અનેક લોકોના પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

એકરીતે જોતા આ મહાન વ્યક્તિની ક્રાંતિ સાથે આપણે બધા જાણે અજાણે જોડાયેલા છીએ. કેમ કે દરેકે તેના જીવનમાં એકવાર તો અમુલની પ્રોડક્ટ વાપરી જ હશે. ડૉ. કુરિયન ભૌતિક શાસ્ત્ર માં સ્નાતક હતા અને અમેરિકામાંથી માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી ધરાવતા હતા. આવી વ્યક્તિનું તે સમયે અદ્યોગિક કંપનીઓમાં સારા પગારે નોકરી મેળવવી ઘણુ જ સરળ હતું પરંતુ ડો કુરિયન તે સમયે દૂધ ઉત્પાદન ક્ષેત્રે મિલ્ક પાવડર કન્ડેશન્સ મિલ્ક અને ડેરી ઉત્પાદનો પર કામ કરવા લાગી ગયા.

ડૉ. વર્ગીસ કુરિયનનો આજે 98મો જન્મદિવસ છે

ત્યારબાદ મદ્રાસના લોયેલા કોલેજમાંથી સ્નાતક અને બીઇ મિકેનિકલ અને અમેરિકામાં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સની ઉપાધિ લીધા પછી ડૉ. કુરિયને તેમની કિસ્મતને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અજમાવી અને કઠોર પરિશ્રમ અને દીર્ઘદ્રષ્ટિના કારણે ભારતને દૂધ ક્રાંતિમાં એક અલગ જ ઉંચાઈ હાંસલ કરવી. તેમનો વિશ્વાસ હતો કે સફળતા મેળવવા માટે કઠોર પરિશ્રમની જરૂર હોય છે આર્થિક વ્યવસ્થા પર આગળ આપોઆપ ગોઠવાય જતું હોય છે.

ડૉક્ટર વર્ગીસ કુરિયનની શ્વેતક્રાંતિ માટેની પ્રથમ શરૂઆત ત્યારે થઈ જ્યારે તેઓ સૌ પ્રથમવાર આણંદ આવ્યા હતા. જ્યારે તેઓ ગુજરાતમાં સરકારી રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ડેરી એન્જિનિયર તરીકે નિમણૂંક પામ્યા અને પોતે વિજ્ઞાનના છાત્ર હોવાના કારણે તેઓને પહેલેથી જ ટેકનોલોજી અને નવા પ્રયાસોને પ્રાયોગિક દ્રષ્ટિકોણ આપવાની ઇચ્છાઓના કારણે તેમણે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગાયોના દૂધની જગ્યાએ ભેંસના દૂધને પ્રાધાન્ય આપવા માટે કામ ચાલુ કર્યું.

શ્વેત ક્રાંતિના પ્રણેતા

ત્યારના ચાલતા સંઘમાં તેમણે રજૂઆત કરી કે, શક્ય હોય તો ભેંસના દુધના ઉત્પાદનને પ્રોત્સાહન આપો અને તેને વ્યવસાયિક આપી ખેડૂતોને પશુપાલન ક્ષેત્રે રસ દાખવવા માટે પ્રોત્સાહિત કરો બસ આ જ ક્ષણથી ભારત દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિનું પ્રથમ સોપાનની શરૂઆત થઈ અને જોતજોતામાં ખેડા દૂધ ઉત્પાદન સંઘ અસ્તિત્વમાં આવ્યો.

સાથે સાથે સમગ્ર ગુજરાત અને દેશભરમાં ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા યથાર્થ પ્રયત્નો કરી today સહકારી મંડળીઓના માળખા તૈયાર કરી તેમના દ્વારા દૂધનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તે દિશામાં ક્રાંતિકારી પગલાં હાથ ધરવામાં આવ્યા. જેના પરિણામ સ્વરૂપ આજે અમુલ ડેરી સમગ્ર વિશ્વમાં ડોક્ટર વર્ગીસ કુરિયન દીર્ઘદ્રષ્ટિ કોણનો ડંકો વગાડી રહી છે.

મિલ્કમેન ઓફ ઇન્ડિયાના નામથી પ્રખ્યાત થયેલા ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા વિશાળ ડેરી ડેવલોપમેન્ટ પ્રોગ્રામને ખૂબ જ સરળ અને પાયાના પશુપાલકોને વધુમાં વધુ આર્થિક લાભ થાય તે રીતે આયોજિત માળખાની રચના કરી અને તે સમયના સૌથી મોટા ડેરી ઉદ્યોગના ઉત્થાન એક પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો જેને ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા ઓપરેશન ફ્લડ નામ આપવામાં આવ્યું. તે સમયના સૌથી વિશાળ અને સૌથી વધુ અસરકારક પ્રોગ્રામમાં ઓપરેશન ફ્લડની આજે ગણના કરવામાં આવે છે.

ફાધર ઓફ વ્હાઈટ રિવોલ્યુશન

ઓપરેશન ફ્લડ દ્વારા પશુપાલન સાથે સંકળાયેલા 72 હજાર થી વધુ ગામડાઓના ગરીબ ખેડૂતોને આજીવિકાનો એક નવો સ્ત્રોત ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા ઉભો કરી આપવામાં આવ્યો હતો જેના કારણે ખેતી સાથે સંકળાયેલ ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલન પર પણ ધ્યાન કેન્દ્રિત કરતા થયા હતા અને સહકારી માળખા દ્વારા ચાલતા સંઘોમાં પોતે સભાસદ બની સ્વતંત્ર દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં અમુલ ના સહયોગથી આર્થિક લાભ મેળવતા થયા હતા જેના કારણે આજે કરોડો ખેડૂતો દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે કામ કરી આજીવિકા મેળવી રહ્યા છે.

સરકારી નોકરી કરતા ડૉક્ટર વર્ગીસ કુરિયન હજુ પણ તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનથી સંતુષ્ટ ન હતા ત્યારે તેમણે નોકરી છોડી અને જવા માટે મન બનાવ્યું હતું પરંતુ શ્વેત ક્રાંતિના પ્રણેતાની કર્મભૂમિ આણંદ કદાચ તેમને પાછા મોકલવા માટે જાણે તૈયાર ન હોય તેમ ત્રિભુવનદાસ પટેલ દ્વારા ડોક્ટર વર્ગીસ કુરિયને ખેડા ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ મિલ્ક પ્રોડક્ટ યુનિયન લિમિટેડમાં જોડાઈ અને દૂધ ક્ષેત્રે તેમની સાથે કામગીરી કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું.

ડૉ. વર્ગીસ કુરિયન

ખેડા યુનિયન તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને ત્રિભુવનદાસ પટેલ જેવા આગેવાનો દ્વારા ચલાવવામાં આવતું એક નાનું સહકારી માળખું હતું. 1946માં ચકલાસી ગામે મળેલ એક સામાન્ય સભામાં ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા મુકવામાં આવેલ પ્રસ્તાવમાં ખેડૂતો દ્વારા દાખવવામાં આવેલી હકારાત્મક વલણના કારણે એક નવી શોધ ક્રાંતિની શરૂઆત થઇ હતી.

ત્યારબાદ ધીરે ધીરે ડૉક્ટર વર્ગીસ કુરિયનના યથાર્થ પ્રયત્નોથી ખેડા ડિસ્ટ્રિક્ટ milk production યુનિયન લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર પર ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા નોંધપાત્ર કામગીરી અને સહકારના માળખાને મજબૂત કરવાની કામગીરી થકી એક વિશાળ જન આંદોલન ઊભું થયું હતું. તે સમયની પ્રખ્યાત પોલસન ડેરી દ્વારા પશુપાલકોને કરવામાં આવતા અન્યાય સામે ત્રિભુવનદાસ પટેલ અને ડોક્ટર વર્ગીસ કુરિયને મળીને તે સમયના પશુપાલકોનો વિશ્વાસ કેળવી એક મજબૂત સહકારી માળખાનું નિર્માણ કર્યું હતું.

પશુપાલકોના મળેલ હકારાત્મક સહયોગને કારણે ડૉક્ટર વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલ અને ડૉ વર્ગીસ કુરિયન દ્વારા કામની વહેંચણી કરી દેવામાં આવી. રાજકીય પરવાનગીને લગતા કામ ત્રિભુવનદાસ પટેલ સંભાળતા તથા Amul પેટર્નના પ્રચાર અને ટેકનોલોજીને લગતા કામ ડૉક્ટર વર્ગીસ કુરિયનના હાથે હતા. વિશ્વસ્તરીય વિકસેલ ડેરી ક્ષેત્રોને લગતી ટેકનોલોજીને કેવી રીતે ભારત લાવવી અને ભારતના પશુપાલકોને આર્થિક અને ટેક્નોલોજીની મદદથી મજબૂત બનાવી શકાય તે વિશે ડૉક્ટર વર્ગીસ કુરિયન આજીવન કાર્યરત રહ્યા હતા.

ડૉ. વર્ગીસ કુરિયન

ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા તેમના જીવનકાળ દરમિયાન અનેક એવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી કે જે સમાજ માટે અને દૂધ ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓને કાયમ દિશા સૂચક સાબિત થઈ રહે. તેમના દિવ્ય દ્રષ્ટિકોણના કારણે તે જાણતા હતા કે, ગરીબ ખેડૂતો અને પશુપાલન ક્ષેત્રે કામ કરનાર વ્યક્તિઓ મુખ્યત્વે ગામડાના રહેવાસી અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત રહેનાર વ્યક્તિ હશે જેને કારણે ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા ઇરમા સંસ્થાની સ્થાપના કરવામાં આવી.

જેથી ગ્રામ્ય કક્ષાએ પશુપાલકો અને ખેડૂતોને વધુ મજબૂત બનાવી ઉપલબ્ધ ટેકનોલોજીના ઉપયોગથી ઉત્પાદન ક્ષમતા કેવી રીતના વધારી શકાય તે વિષય પર જાગૃતતા લાવવાની અને ગામડાઓના વિકાસ માટે નવી યોજનાઓ ઘડવા માટે સરકારને મદદરૂપ થઈ રહેવાનો હેતુ સિદ્ધ કરી શકાય. ડૉક્ટર વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરવામાં આવી હતી. જે સમાજમાં સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે કાર્યરત છે સાથે સાથે આનંદાલય વિદ્યાલયનું પણ તેમના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી જે શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપી રહી છે.

અમુલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા અમુલ દૂધ પીતા હે ઇન્ડિયા...જેવી અનેક ટેગલાઇન આજે ગ્રાહકોના દિલમાં સ્થાન મેળવવામાં સફળ નીવડે છે. અમૂલની કામયાબી થયા બાદ ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા અમુક એવા પણ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરવામાં આવી જે આજે આ મામલે એક નવી ઉંચાઈઓ સુધી લઈ જવા માટે પીઠબળ પુરું પાડી રહી છે જેમ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ 1965માં શરૂ કરવામાં આવ્યું.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે 1973માં ચાલુ કરવામાં આવ્યું. મેનેજમેન્ટની અગ્રીમ સંસ્થાઓ જેવી કે, આઇઆઇએમ બેંગ્લોરમાં પણ તેઓ સદસ્ય રહી ચૂક્યા છે. ડોક્ટર વર્ગીસના દેશ માટેના અમૂલ્ય ફાળો અને સરકારે પણ ખુબ જ સરાહનીય કામગીરી બતાવી છે તથા અનેક સંસ્થાઓ દ્વારા ડોક્ટર વર્ગીસ કુરિયને અનેક એવોર્ડ આપવામાં આવ્યા છે.

ડૉક્ટર વર્ગીસ કુરિયન દ્વારા લખવામાં આવેલ એક કિતાબ 'i do had a dream' પણ તેમના જીવન સાથે સંકળાયેલ તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે, હું તે લોકો માટે જ વધારેમાં વધારે કામ કરું જે લોકો ગરીબ અને નિઃસહાય છે પરંતુ હું મારું જીવન એક સાધારણ માણસ તરીકે પૂર્ણ કરું તેવી તેમણે ઇચ્છા દર્શાવી હતી. સાદી અને સરળ વ્યક્તિત્વના કારણે આજે દેશ ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મ દિવસને 'નેશનલ મિલ્ક ડે' તરીકે ઉજવી રહ્યો છે.

આજે આ લેજેન્ડરી પર્સનાલિટી ડૉક્ટર વર્ગીસ કુરિયનનો 98 નો જન્મદિવસ છે જેની ઉજવણી આજે સમગ્ર દેશમાં થઈ રહી છે. મિલ્ક રિવોલ્યુશન કેપિટલ આણંદ ખાતે આજે નેશનલ મિલ્ક ડે સેલિબ્રેશનના ભાગરૂપે 50 જેટલા બાઈક રાઈડર વારાણસીથી 28 સો કિલોમીટર જેટલો પ્રવાસ કરી 12 દિવસ બાદ આજે આનંદ મુકામે આવી પહોંચ્યા છે. જેનું આણંદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સમગ્ર દેશ નું નામ રોશન કરનાર અમુલ ડેરી ડોક્ટર વર્ગીસ કુરિયનની દીર્ઘદ્રષ્ટિ અને કાર્યક્ષમતા નું સમગ્ર વિશ્વમાં ઉદાહરણ પૂરું પાડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details