ગુજરાત

gujarat

ETV Bharat / state

Khambhat Ram Navmi violence : 3 મૌલવીઓએ બહારથી માણસો બોલાવ્યા, વિદેશી ફંડિંગની શંકા?

હિંમતનગર રામનવમી હિંસાની ચાલી રહેલી તપાસ વચ્ચે ખંભાત હિંસાની ચાલી (Khambhat Ram Navmi violence )રહેલી તપાસમાં ચોંકાવનારા અહેવાલો (foreign funding suspected )સામે આવ્યા છે. અહેવાલો બહાર આવ્યા છે કે ઓછામાં ઓછા ત્રણ મૌલવીઓ સંડોવાયેલા છે જેમણે ખંભાતમાં શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવા માટે રાજ્યના અન્ય ભાગોમાંથી લોકોને ગોઠવી દીધા હતાx.

Khambhat Ram Navmi violence
Khambhat Ram Navmi violence

By

Published : Apr 13, 2022, 5:33 PM IST

Updated : Apr 13, 2022, 6:24 PM IST

આણંદ- હિંમતનગર રામનવમી હિંસાની ચાલી રહેલી તપાસ વચ્ચે ખંભાત હિંસાની (Khambhat Ram Navmi violence )ચાલી રહેલી તપાસમાં ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો બહાર આવ્યા છે કે ઓછામાં ઓછા ત્રણ મૌલવીઓ સંડોવાયેલા છે. જેમણે ખંભાતમાં શાંતિ અને સંવાદિતાને ખલેલ પહોંચાડવા માટે રાજ્યના અન્ય ભાગોમાંથી લોકોને ગોઠવી દીધા હતાં.

Khambhat Ram Navmi violence

આ પણ વાંચોઃ Communal Violence In Himmatnagar: આ રીતે હિંમતનગરમાં રામનવમી પર હિંસા થઈ હતી, જાણો સમગ્ર ઘટના

ખંભાતમાં હિંસા પૂર્વ આયોજિત કાવતરું -જિલ્લા પોલીસ વડા અજિત રાજ્યને (Anand SP Ajit Rajyan) આ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ખંભાતમાં હિંસા પૂર્વ આયોજિત (Khambhat Ram Navmi violence )કાવતરું હતું. શોભાયાત્રા ભવિષ્યમાં ન નીકળે તેવો તેનો આશય હતો. ઘટનામાં 5 મુખ્ય આરોપી છે તેમણે દરેકે જવાબદારી વહેંચી રાખી હતી. ફંડિંગ પણ એકત્ર કરવામાં આવ્યું હતું. આસામાજિક તત્વો શોભાયાત્રાને રોકી એક ઉદાહરણ બેસાડવાનો તેમનો પ્રયાસ હતો. સ્લીપર સેલની જેમ એક વ્યક્તિએ 5 નો સંપર્ક કર્યો હતો અને બહારથી (foreign funding suspected )લોકોને બોલાવવામાં આવ્યાં હતાં. આ મામલે ATS પણ તપાસ કરશે.

Khambhat Ram Navmi violence

આ પણ વાંચોઃ Communal Violence in Khambhat: ખંભાતમાં હુમલામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને મળ્યા સાંસદ મિતેશ પટેલ, અંતિમ યાત્રામાં શહેર હીબકે ચડ્યું

57 લોકો સામે ગુનો નામ જોગ ફરિયાદ 11ની અટકાયત- તેમણે વધુમાં જણાવ્યું હતું કે 57 લોકો સામે ગુનો નામ જોગ ફરિયાદ 11ની અટકાયત કરવામાં આવી છે. આસામાજિક તત્વોS પથ્થરમારો કરી પોતાનું પ્રભુત્વ બતાવવાની કોશિશ હતી. અલગ અલગ જગ્યાએ આ માટે મિટિંગ થઇ હતી. ફન્ડિંગ મામલે અલદિન મદિન સંસ્થાએ જવાબદારી લીધી હતી. પૈસા હથિયાર માટે અલગ અલગ જવાબદારી સોંપાઈ હતી. હુમલા પહેલા પરિવારના લોકોને બહાર મોકલી દેવાયા હતાં. હાલ જમશેદ પોલીસ હિરાસતમાં છે. જમશેદ નામના શખ્સ દ્વારા બહારથી માણસો બોલાવાયા હતાં. 11 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન છે. કુલ 57 આરોપીઓની નામ જોગ ઓળખ થઈ છે. ચુસ્ત બંદોબસ્ત સહિત સતત શાંતિ સમિતિની મિટિંગો કરાઈ રહી છે. સમગ્ર મામલે (Khambhat Ram Navmi violence )જિલ્લા સ્તરેથી તપાસ ચાલી રહી છે.

Last Updated : Apr 13, 2022, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details