ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતમાં મેચ પર સટ્ટો રમાડતો વ્યક્તિ ઝડપાયો, એક લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત - ઇટીવી ભારત ગુજરાત

આણંદ જિલ્લાના ખંભાતમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સને ખંભાત સિટી પોલીસે ઝડપી પાડ્યો છે.

ખંભાતમાં મેચ પર સટ્ટો રમાડતો વ્યક્તિ ઝડપાયો
ખંભાતમાં મેચ પર સટ્ટો રમાડતો વ્યક્તિ ઝડપાયો

By

Published : Dec 23, 2020, 6:14 PM IST

Updated : Dec 23, 2020, 6:26 PM IST

  • ખંભાતમાં ઓસ્ટ્રેલિયા બિગ-બેસ-2020મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો
  • વ્યક્તિની અટકાયત કરી ખંભાત સિટી પોલીસે કરી કાર્યવાહી
  • 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
  • લેપટોપ, ફોન, led ટીવી, મોબાઈલ ફોન સહિત રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કરવામાં આવ્યો જપ્ત
  • ઓસ્ટ્રેલિયામાં રમાતી મેચ પર સટ્ટો રમાડતા શખ્સની અટકાયત

આણંદઃ જિલ્લાના ખંભાતમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સને ખંભાત સિટી પોલીસે ઝડપી પાડ્યો છે. ખંભાતમાં આવેલ બાપા સીતારામ સોસાયટીમાં રહેતો એક શખ્સ મેચનો સટ્ટો રમાડતો હોવાની બાતમી ખંભાત સીટી પોલીસને મળી હતી, જે અંગે સ્થળ પર રેડ કરતા મુકેશ બારૈયા ઉર્ફે ગુજરાતી નામનો શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઝડપાયો હતો.

ખંભાતમાં મેચ પર સટ્ટો રમાડતો વ્યક્તિ ઝડપાયો

1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

ખંભાત સિટી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે શહેરની બાપાસીતારામ સોસાયટીમાં રહેતા મુકેશ મફતલાલ બારૈયાના ઘરે રેડ પાડી હતી. જેમાં તે લેપટોપ અને મોબાઈલ ફોનથી ઓસ્ટ્રેલિયાના મેચ પર સટ્ટો રમાડતો રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે ઘટના સ્થળ પરથી લેપટોપ, એલઇડી ટીવી, સેટઅપ બોક્સ, પેન ડ્રાઈવ, વોઇસ રેકોર્ડર તથા રોકડ રકમ મળીને કુલ એક લાખ પાંચ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Dec 23, 2020, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details