- અજાણ્યા શખ્સે વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો
- વીડિયો કોલ કર્યા બાદ મેસેજમાં આપી ધમકી
- 15,500 રૂપિયાની માંગણી કરાઈ
- ધારાસભ્ય મયુર રાવલને અજાણ્યા શખ્સ દ્વારા આપવામાં આવી ધમકી
આણંદઃ ખંભાતના ભાજપના ધારાસભ્ય મહેશકુમાર ઉર્ફે મયુર રાવલને ગઈકાલે 12 મેના રોજ કોઈ અજાણ્યા શખ્શે વોટ્સએપ પર વીડિયો કોલ કરી આ વીડિયો કોલને રેકોર્ડીંગ કરી તેમાં એડિટિંગ કરી બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની મેસેજમાં ધમકી આપી 15,500ની માંગણી કરી હતી. આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ધરાસભ્યને બદનામ કરવાની ધમકી
ખંભાતના ધારાસભ્ય મહેશકુમાર ઉર્ફે મયુર કનૈયાલાલ રાવલ ગઈકાલે 12 મેના રોજ 11:30 કલાકે તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ઓફિસે હાજર હતા તે દરમિયાન અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી કોઈ અજાણ્યા શખ્સે વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો હતો. તેમનો વિડીયો ઉતારી એડિટિંગ કરીને બદનામ કરવાના ઈરાદે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.
આ પણ વાંચોઃ