ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતમાં હિંસા બાદ, બુલડોઝર દ્વારા કરવામાં આવી રહ્યા છે દબાણો દૂર - Demolition work in Jail Road

ખંભાતમાં તંત્ર દબાણમુક્ત કરવાની ઝુંબેશ હાથ (Demolition work in Khambhat )ધરવામાં આવી છે. ગત 21 તારીખે ખંભાતના જેલ રોડ વિસ્તારમાં( Demolition work in Jail Road) થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેની મુદત આજે પૂરી થતા જેલ રોડ પરના અંદાજિત 13 જેટલા કાચા પાકા દબાણોને તંત્રના જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા.

ખંભાતમાં તંત્ર હરકતમાં દબાણો પર ચાલ્યા jcb
ખંભાતમાં તંત્ર હરકતમાં દબાણો પર ચાલ્યા jcb

By

Published : Apr 28, 2022, 5:53 PM IST

Updated : Apr 28, 2022, 7:08 PM IST

આણંદ:ખંભાતમાં રામ નવમીના દિવસે થયેલ કોમીજૂથ અથડામણબાદ તંત્ર હરકતમાં (Demolition work in Jail Road, Khambhat)આવ્યું હતું. સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોને દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ખંભાત પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ગત 21 તારીખે ખંભાતના જેલ રોડ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેની મુદત આજે પૂરી થતા જેલ રોડ પરના અંદાજિત 13 જેટલા કાચા પાકા દબાણોને તંત્રના જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા.

ખંભાતમાં દબાણ હટાવાયા

અંદાજિત 13 જેટલા કાચા પાકા દબાણોને દૂર -મહત્વનું છે કે જે પ્રકારે ખંભાતમાં અવારનવાર કોમી હુલ્લડ અને જૂથ અથડામણના મામલા વધતા રહ્યા છે ત્યારે હવે તંત્ર દ્વારા શહેરને દબાણમુક્ત કરવાની ઝુંબેશ(Khambhat Municipality) હાથ ધરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો આજે ખંભાતના જેલ રોડ પર જોવા મળ્યા હતા ખંભાત પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની ટિમ આજે બપોરે ખંભાતના જેલ રોડ વિસ્તાર પર પહોંચી હતી જ્યાં તંત્રના ત્રણ જેટલા JCB દ્વારા ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઊભા થયેલા અંદાજિત 13 જેટલા કાચા પાકા દબાણોને દૂર કરી સરકારી જમીનને સાફ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃACB Trapped Talati in Anand : મોગરી ગ્રામ પંચાયતના મહિલા તલાટી કેટલી લાંચના મામલામાં સપડાયાં જૂઓ

જવાબદાર અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી થવી જોઈએ -સમગ્ર બનાવમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે બાબતનું ધ્યાન રાખી ખંભાતના એએસપી તથા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે તંત્રને હરકતમાં આવેલું જોઈ દબાણકરતાઓ એ સ્વૈચ્છિક પોતાના દબાણો ખાલી કરી દીધા હતા તો બીજી તરફ જે પ્રમાણે કાચા પાકા દબાણો જેલ રોડ પર( Demolition work in Jail Road)ઊભા થયા હતા તેમને નગરપાલિકા દ્વારા આકરણી પણ કરી આપવામાં આવી હતી અને તેમને લાઈટના મીટરનું પણ જોડાણ મળી ગયેલ હતું. જે સમગ્ર મામલે ચીફ ઓફિસરને પૂછવામાં આવતા ઓફિસર દ્વારા તમામ જવાબદાર અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી થવી જોઈએ તેવા સુર પુરાવ્યા હતા.

આ પણ વાંચોઃCommunal Violence In Khambhat: પથ્થરમારાની ઘટનામાં મૃત્યુ પામેલા વૃદ્ધની અંતિમ યાત્રામાં જોડાયું આખું ખંભાત, ગૂંજ્યા જય શ્રીરામના નારા

જાગૃત નાગરિકોએ સંતોષ વ્યક્ત કર્યો -ખંભાત નગરપાલિકા હદ વિસ્તારમાં જેલ રોડ પર આવેલ કાચા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્ય નાથની સ્ટાઈલમાં તંત્ર દ્વારા કરેલી કામગીરીથી નગરમાં જાગૃત નાગરિકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે ખંભાત શહેરમાં અનેક સ્થળો પર આ રીતના કાચા-પાકા દબાણ છે કે કેમ તે અંગે પણ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તો નવાઈ ની વાત નહીં.

Last Updated : Apr 28, 2022, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details