ગુજરાત

gujarat

ETV Bharat / state

ક્રિકેટર જયદેવ ઉનડકટે રીની સાથે પ્રભુતામાં પગલા માંડ્યા - sports news

સૌરાષ્ટ્ર રણજી ક્રિકેટ ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટના લગ્ન આણંદના મઘુબન રિસોર્ટમાં યોજાયા હતા. લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને સગા સંબંધીઓની હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમને સંપૂર્ણ પ્રાઇવેટ રાખવામાં આવ્યો હતો. લગ્નના ફોટોઝ કે વિડિયોઝ સોશિયલ મીડિયામાં વાઇરલ ના થાય તેની તકેદારી રાખવામાં આવી હતી. જેથી કોઈ ઓફિશિયલ મેસેજ પ્રેસ કે સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યો નહોંતો.

jaydev
jaydev

By

Published : Feb 3, 2021, 9:52 AM IST

  • ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટ બંધાયો લગ્નના તાંતણે
  • મંગેતર રીની સાથે ક્રિકેટર જયદેવ ઉનડકટ કર્યા લગ્ન
  • કોઇપણ રીતે ઓફિશિયલ જાણ બહાર કર્યા લગ્ન

આણંદઃ ભારતીય ક્રિકેટ જગતના ખેલાડી જયદેવ ઉનડકટનો આણંદના એક રિસોર્ટમાં લગ્ન સમારંભ યોજાયો હતો. વિગતો મુજબ આણંદના મધુબન રિસોર્ટમાં આયોજિત લગ્ન સમારંભમાં રિની સાથે જયદેવ ઉનડકર પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ લગ્નમાં સૌરાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડીઓ હાજર રહ્યા હતા.

જયદેવ ઉનડકટ અને મંગેતર રીની

ગેંદબાજ જયદેવ ઉનડકટ અને તેની મંગેતર રીની લગ્ન ગ્રંથીથી જોડાયા

ઉલ્લેખનીય છે કે, ગત 15 માર્ચના 2020ના રોજ જયદેવે રીની સાથે સગાઈ કરી હતી. જે બાદ આણંદના મધુબન રિસોર્ટમાં ગેંદબાજ જયદેવ ઉનડકટ અને તેની મંગેતર રીની લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જયદેવની પત્ની રીની વ્યવસાયે વકીલ છે અને મંગળવારે રાત્રે જયદેવ ઉનડકટ અને મંગેતર રીની લગ્નગ્રંથીથી જોડાયા હતા.

જયદેવ ઉનડકટના લગ્ન આણંદના મઘુબન રિસોર્ટમાં યોજાયા

ABOUT THE AUTHOR

...view details