આણંદ ડિજિટલ ક્રાંતિને કારણે હવે ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સરકારી કચેરીએ જવાને બદલે પોતાના મોબાઈલ થકી સીધો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં (Jan Seva Kendra in Anand) આવી છે. તેમ છતાં ઘણા કિસ્સામાં સરકારના પારદર્શક વહીવટને માટે ઉભી કરવામાં આવેલી ઓનલાઇન એપ્લિકેશન સિસ્ટમ ખેડૂતો માટે એક પડકાર સમુ સાબિત થતું હોય તેમ જણાઈ આવતા આણંદ જિલ્લા પંચાયત દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. (Jan Seva Kendra in Anand Launch)
ખેડૂત જનસેવા કેન્દ્રઆણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ ખેડૂત જનસેવા કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં સવારના 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ડેસ્ક પર બે કર્મચારીઓ ખેડૂતો માટે સરકારી યોજનાઓ સબસીડી વીમાની કામગીરીના ભાગરૂપે થતી ઓનલાઈન અરજી માટેની સહાયતા પૂરી પાડશે. સમગ્ર કાર્યક્રમ આણંદ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ વિભાગના આગેવાનો સાથે ખેડૂત જનસેવા કેન્દ્રને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. (jan seva kendra services)