ગુજરાત

gujarat

ETV Bharat / state

IRMAનો 40મો પદવીદાન સમારંભ સૌપ્રથમ વખત યોજાયો વર્ચ્યુઅલ - IRMA news

IRMA (Institute of Rural Management, Anand)નો 40મો વાર્ષિક પદવીદાન સમારોહ આજે ગુરુવારે સવારે 10:00 કલાકે યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્ર સિંહ તોમર, કૃષિપ્રધાન, ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ (ભારત સરકાર) તથા અતિથિ વિશેષ તરીકે ડૉ. જી. આર. ચિંતલા, અધ્યક્ષ, રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ)એ દીક્ષાંત પ્રવચન આપ્યું હતું.

Irma's 40th convocation ceremony
Irma's 40th convocation ceremony

By

Published : May 6, 2021, 7:23 PM IST

  • IRMAનો 40મો પદવીદાન સમારંભ યોજાયો
  • સૌપ્રથમ વખત વર્ચ્યુઅલ કાર્યક્રમનું થયું આયોજન
  • કેન્દ્રીય કૃષિપ્રધાન તથા અતિથિ વિશેષ તરીકે અધ્યક્ષ (નાબાર્ડ) વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા

આણંદ : IRMA (Institute of Rural Management, Anand)નો 40મો વાર્ષિક પદવીદાન સમારોહ ગુરુવારે સવારે 10:00 કલાકે યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્ર સિંહ તોમર, કૃષિપ્રધાન, ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, ભારત સરકાર તથા અતિથિ વિશેષ તરીકે ડૉ. જી. આર. ચિંતલા, અધ્યક્ષ, રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ)એ દીક્ષાંત પ્રવચન આપ્યું હતું.

ડૉ. જી. આર. ચિંતલા

વિદ્યાર્થીઓને વિવિધ પદવીઓ એનાયત કરવામાં આવી હતી

આ પ્રસંગે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ-એક્સએક્યુટિવ) અને ફેલોશીપ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ)ની પદવી વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી હતી. COVID-19 મહામારીને કારણે સમારોહ વર્ચ્યુઅલ રૂપે યોજવામાં આવ્યો હતો અને ઇરમાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ “IRMA Official” પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.

ઇરમાનો 40મો પદવીદાન સમારંભ

33 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ-એક્સએક્યુટિવ) પદવી એનાયત કરી

આ વર્ષ IRMAના સ્થાપક ડૉ. વર્ગીસ કુરિયનનું જન્મ શતાબ્દી વર્ષ છે. તેથી આ વર્ષે દિક્ષાંત સમારોહ વિશેષ રહ્યો, નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતુ કે, IRMAના વિદ્યાર્થીઓ જીવનમાં ચોક્કસપણે પ્રગતિ કરશે અને દેશની સમૃદ્ધિમાં યોગદાન પાઠવશે, ડૉ. કુરિયનની પ્રશંસા કરતા તેમને જણાવ્યું કે, IRMA ડૉ. કુરિયનના સ્વપ્નની અનુભૂતિ આપતી સંસ્થા છે. જે ગ્રામીણ સંચાલન અને તેના વ્યાવસાયીકરણમાં શ્રેષ્ઠ સ્થાને છે. વધુમાં તેમને જણાવ્યુ કે, ભારતની આત્મા ગ્રામીણ સંસ્કૃતિમાં વસે છે. ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકા સ્વસ્થ રહે એટલે ભારત સરકાર- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વ- સહાય જૂથ જેવી યોજનાઓને પ્રોત્સાહન આપે છે, પરંતુ આ પ્રયત્નો સફળ થાય તે સુનિશ્ચિત કરવા માટે કુશળતા જરૂરી છે. જે IRMA જેવી શ્રેષ્ઠ સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓ પર નિર્ભર છે.

IRMAના વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે યોગદાન આપશે તેવી અમને આશા : ડૉ. ચિંતાલા

અતિથિ વિશેષ ડૉ. ચિંતાલાએ જણાવ્યું હતુ કે, તે ખૂબ જ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. એવું જાણીને કે IRMAના વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્ર તથા નબળા વર્ગના ઉધાન માટે સમર્પિત છે તથા શ્વેત ક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનનું સન્માન કર્યું અને જણાવ્યું હતું કે, ડૉ. કુરિયનની સંસ્થાઓ તમને અમર બનાવે છે. IRMAના વિદ્યાર્થીઓ કોર્પોરેટ ક્ષેત્ર, સામાજિક વિકાસ, ગ્રામીણ ક્ષેત્ર અને સહકારી ક્ષેત્રે યોગદાન આપશે તેવી અમને આશા છે.”

નરેન્દ્ર સિંહ તોમર

ડૉ. આર. એસ. સોઢીએ 1982ના દિક્ષાંત સમારોહમાં ડૉ. કુરિયને આપેલા ભાષણને યાદ કર્યુ

ડૉ. આર. એસ. સોઢી (સભ્ય-બોર્ડ ઓફ ગવર્નર્સ IRMA), મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) જેઓ IRMAના પ્રથમ બેચના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ) કરેલું છે. તેમણે યાદ કરતા જણાવ્યું કે, જ્યારે પ્રથમ વખત IRMAના દિક્ષાંત સમારોહ હતો, ત્યારે કેવું આયોજન હતું તથા તેમણે જણાવ્યું કે, તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે કે તેઓ IRMAના વિદ્યાર્થી હતા. તેમણે 1982ના દિક્ષાંત સમારોહમાં ડૉ. કુરિયને આપેલા ભાષણને યાદ કર્યુ હતું. “આપણી પ્રથમ ફરજ છે, ભારત; આપણી બીજી ફરજ ખેડુતો અને ખાસ કરીને ગ્રામીણ સમાજના સૌથી ગરીબ લોકોની છે, આપણી ત્રીજી ફરજ એ આપણી સંસ્થા - અને આપણી છેલ્લી ફરજ હંમેશાં સ્વ". તેમણે વાણીને વિરામ આપતા જણાવ્યું હતું કે, IRMA તેની વારસાની જ્યોત પ્રગટાવતું રહશે.

આ પણ વાંચો :ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત

215 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ) પદવી એનાયત કરી

પ્રો. ઉમાકાંત દાસ (ડિરેક્ટર, IRMA), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ-એક્સએક્યુટિવ) અને ફેલોશીપ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ)ના વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી તથા વૈશ્વિક રોગચાળા દ્વારા ચિહ્નિત થયેલા અસામાન્ય રીતે મુશ્કેલ વર્ષ વિશે ટિપ્પણી કરી હતી, ત્યારબાદ આગળ ડૉ. દાસે IRMA ફેકલ્ટી, સ્ટાફ અને સહભાગીઓના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : IRMAનો 40મો પદવીદાન સમારંભ પહેલીવાર ઓનલાઈન યોજાશે

1 વિદ્યાર્થીને ફેલ્લોશીપ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ) પદવી એનાયત કરી

આ વર્ષે 215 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ) પદવી એનાયત કરાવી. 33 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ-એક્સએક્યુટિવ) પદવી એનાયત કરી તથા 1 વિદ્યાર્થીને ફેલોશીપ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ) પદવી એનાયત કરી. શિલાદિત્ય રોય મેમોરિયલ એવોર્ડ તથા મોનાર્ક બેગ મેમોરિયલ એવોર્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ કોર્સમાં શ્રેષ્ઠતા માટે એનાયત કરવામાં આવે છે. તેના વિજેતા શ્રી હરિ વી. રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details