સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ 1992 ધાર્મિક અને સંસ્કૃતિ વારસાના જતન કરવા માટે ચાલું થયેલું એક જનસેવા ટ્રસ્ટ છે. જેના થકી આણંદ શહેરની મધ્યમાં વિશાળ ધાર્મિક પરિષદ વિકસી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ મા અંબાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે હાલ આણંદના અંબાજી તરીકે ઓળખાઈ રહ્યું છે.
આણંદના અંબાજી મંદિર વિશેની રસપ્રદ માહિતીનો વાંચો આ વિશેષ અહેવાલ... - latest new of Anand
આણંદઃ સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ ધાર્મિક અને સંસ્કૃતિ વારસાના જતનના હેતુથી શરૂ કરાયું હતું. જે આજે શહેરની ધાર્મિક પરિષદના વૃક્ષ જેમ વિકસી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ મા અંબાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે આણંદ જિલ્લાનું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરને આણંદનું અંબાજી કહેવામાં આવે છે.
![આણંદના અંબાજી મંદિર વિશેની રસપ્રદ માહિતીનો વાંચો આ વિશેષ અહેવાલ...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5042944-thumbnail-3x2-and.jpg)
સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ સંચાલિત અંબાજી મંદિર હાલ આણંદ સહિતના આસપાસ વિસ્તારોના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. વર્ષ 2008માં સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટેના મુરતિયાની શોધમાં જયપુર ગયા હતાં, ત્યાં મા અંબાની મૂર્તિ જોતા જ તેમણે મનોમન મંદિર બનાવી મા અંબાને બિરાજમાન કરવાનું નક્કી કર્યુ હતું. એક મૂર્તિકારને મા અંબાની મૂર્તિ ઘડવાનું કામ સોંપાયું હતું. જેનું 2015માં મૃત્યુ થયું હતું, ત્યારબાદ સંચાલકોએ મૂર્તિકારના પુત્રનો સંપર્ક સાધીને વર્ષ 2008માં 3 મહિના ટૂંકાગાળામાં મંદિર પરિષદમાં ભવ્ય માય મંદિરમાં મૂર્તિની સ્થાપના કરી હતી.
જયપુરમાં નિર્માણ પામેલી જગદંબાની ભવ્ય મૂર્તિને આજે શક્તિપીઠ અંબાજી ખાતે પૂજા હવન કરાવીને ત્યાંથી બેચરાજી, ખેડબ્રહ્મા,પાવાગઢ અને આશાપુરી પીપળાવ મંદિરે 11 દિવસ પગપાળા સંઘ કાઢવામાં આવ્યો હતો. આ તમામ મંદિરોમાં પૂજા અર્ચના અને હવન કરાવીને અંદાજે ત્રણથી ચાર કિલોમીટર લાંબી પગપાળા શોભાયાત્રા કાઢીને આણંદ સાંઈબાબા ટ્રસ્ટના પરિષદમાં બનેલા મંદિરમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા સમય દરમિયાન સતત 108 કલાક સુધી 350 ભજન મંડળીઓએ આનંદ ગરબાના પાઠ કરી પ્રાણ પ્રતિષ્ઠાની પવિત્ર વિધિથી વાતાવરણને ગુણધર્મ ઇક બનાવવામાં આવી હતી. આમ, આણંદનું અંબાજી મંદિર ભક્તો માટે શક્તિપીઠ સમાન મહત્વ ધરાવતું આસ્થાનું પ્રતિક બન્યું છે.