આણંદ: વર્તમાન કોરોના મહામારી વચ્ચે આણંદ જિલ્લામાં 74મા સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી પર્વના રોજ સવારે 9 કલાકે રાજ્ય શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ ગૌરવવંતા દિવસે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આણંદમાં 74મા આઝાદી પર્વની ઉજવણી - સ્વાતંત્ર દિવસ
સમગ્ર દેશભરમાં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંગર્તગ આણંદ જિલ્લામાં 74મા સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
![આણંદમાં 74મા આઝાદી પર્વની ઉજવણી independence day celebration in Anand](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8433115-206-8433115-1597501730848.jpg)
કોરોના પ્રકોપ વચ્ચે દેશની સેવામાં પરિવારની ચિંતા કર્યા હતા. આ સિવાય પોતાની ફરજ પર ઉપસ્થિત રહેનારા કોરોના વોરિયર્સની ફરજ નિષ્ઠાને બિરદાવી રાજ્ય પ્રધાન દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના વોરિયર્સ કોરોના પ્રકોપમાં દેશમાં સેવા પહોંચાડવામાં મદદ રૂપ બનેલા તમામ સરકારી અને બિનસરકારી સંસ્થાઓનો પણ આભાર માન્યો હતો.
આણંદ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉજવવામાં આવ્યો હતો, જેમાં કોવિડ-19 નું સંક્રમણ ન ફેલાય સાથેજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, તે પ્રમાણેની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ 15 ઓગસ્ટના દિવસે થતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા.