ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં નાના વેપારીઓ દ્વારા હર ઘર તિરંગાને લઇને અભૂતપૂર્વ જનપ્રતિસાદ જોવા મળ્યો - Har ghar tricolor in Anand

આણંદ જિલ્લામાં હર ઘર તિરંગા Har Ghar Tiranga અભિયાનને લઈને નાગરિકો તરફથી અભૂતપૂર્વ જનપ્રતિસાદ સામે આવ્યો છે. લોકો તેમના ઘરે, વ્યવસાયના સ્થળે, ધર્મસ્થાનકો Independence Day 2022 ઉપર તેમજ તેમના વાહન ઉપર તિરંગાને યોગ્ય સ્થાન આપી ગર્વ અનુભવી રહ્યા છે.

લારી- ગલ્લો સહિતના લોકો તરફથી હર ઘર તિરંગા લઈને અભૂતપૂર્વ જનપ્રતિસાદ
લારી- ગલ્લો સહિતના લોકો તરફથી હર ઘર તિરંગા લઈને અભૂતપૂર્વ જનપ્રતિસાદ

By

Published : Aug 15, 2022, 8:34 AM IST

આણંદઆઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ત્રિ-દિવસીય હર ઘર તિરંગા Har Ghar Tiranga અભિયાનને આણંદ જિલ્લામાં નાગરિકો તરફથી અભૂતપૂર્વ જનપ્રતિસાદ સાંપડયો છે. જિલ્લાવાસીઓ તિરંગા યાત્રાની સાથે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી આ અભિયાનમાં સહભાગી બન્યા છે. આણંદ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત જિલ્લાવાસીઓએ તિરંગાને પૂરા સન્માન સાથે તેમના ઘરે, વ્યવસાયના સ્થળે, ધર્મસ્થાનકો ઉપર તેમજ Independence Day 2022 તેમના વાહન ઉપર તિરંગાને યોગ્ય સ્થાન આપી રાષ્ટ્ર અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેને તેમની ભાવનાને પ્રદર્શિત કરી રહ્યા છે.

હર ઘર તિરંગા

આ પણ વાંચોદિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાનના હસ્તે 9મી વખત કરાયું ધ્વજ વંદન

લોકોનો પ્રતિસાદ ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ 13મીથી 15 દરમિયાન હર ઘર તિરંગા અભિયાનના Anandan Azadi Ka Amrit Mahotsav આપેલા આહવાનના પગલે 13મી ના વહેલી સવારના વાદળછાયા અને ખુશનુમાભર્યા વાતાવરણમાં સમગ્ર જિલ્‍લો દેશભકિતના રંગે રંગાવાની સાથે તિરંગામય બનવા પામ્‍યો હતો. જેને લઈને વહેલી સવારથી જિલ્‍લાના ગામે-ગામ પ્રભાત ફેરી, તિરંગા યાત્રા રેલી કાઢીને જન-જનને હર ઘર તિરંગાથી જાગૃત કરવામાં 15th August 2022 આવ્‍યા હતા. તો શાળાના બાળકોમાં આઝાદીના જંગમાં પ્રાણોની આહૂતિ આપના વીર સપૂતોની ગાથાથી માહિતગાર થાય તે હેતુથી નિબંધ-ચિત્ર જેવી સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

હર ઘર તિરંગા

આ પણ વાંચોવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન કર્યું, જૂઓ વીડિયો

જન જનમાં જાગૃતિ 13મીથી 15મી દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જન-જનમાં જાગૃતિ આવે તે માટે ST તંત્ર દ્વારા પણ STમાં પ્રવાસી કરતાં પ્રવાસીઓ માટે ST ટિકીટમાં હર ઘર તિરંગા અભિયાનની ટિકીટ આપવામાં આવી રહી છે. સમગ્ર જિલ્‍લામાં ઠેર-ઠેર માર્ગો ઉપર જયાં જુઓ ત્‍યાં તિરંગો નજરે પડી રહ્યો હતો. તો દરેક નાગરિકોના મુખ ઉપર રાષ્‍ટ્રભકિતની એક અનોખો અહેસાસ જોવા મળી રહ્યો હતો. જિલ્લાભરમાં મોટા વ્યવસાયકારોની સાથે સરકારી-અર્ધસરકારી કચેરીઓ, જાહેર સંસ્‍થાઓ, નાના વ્યવસાય કરતા લોકો જેવા કે, શાકભાજી વેચતા લોકો, ખાણી પીણીની લારી- ગલ્લો ધરાવતા લોકો, રિક્ષાચાલકો, ધરતીપુત્રો, સહિતના લોકો તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં happy independence day રહેતા પ્રત્યેક વર્ગના લોકો પણ તેમના ઘર ઉપર તિરંગા લહેરાવીને ગર્વ અનુભવી રહ્યા છે.

હર ઘર તિરંગા

ABOUT THE AUTHOR

...view details