ગુજરાત

gujarat

ETV Bharat / state

New Cyber Crime Police Station : આણંદમાં ડિજિટલ ક્રાઈમમાં થશે અસરકારક કામગીરી

એકવીસમી સદી ટેકનોલોજીનો યુગ (The age of technology) છે. જેમાં શરૂ થયેલા ડિજિટલ યુગમાં લોકોના વર્તન અને વ્યવહારમાં પરિવર્તન આવ્યું છે. આજે ઘણા બધા કામ ઓનલાઇન કરવા ખૂબ સરળ બન્યા છે, ત્યારે સાથે સાથે હવે ઓનલાઇન થતા ગુનામાં પણ વધારો દેખાઈ રહ્યો છે. તેને ધ્યાને લઇ આણંદ જિલ્લામાં આજે શુક્રવારે સાઇબર ક્રાઈમ પોલીસ મથક (Cyber Crime Police Station) લોકસેવામાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

Cyber Crime Police Station
Cyber Crime Police Station

By

Published : Jun 18, 2021, 3:25 PM IST

  • આણંદમાં બન્યું નવું સાઇબર ક્રાઈમ પોલિસ મથક (Cyber Crime Police Station)
  • જિલ્લા પોલીસ વડા અજિત રાજ્યણે કર્યું મુહૂર્ત
  • ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કર્યું હતું ઇ-લોકાર્પણ
  • જિલ્લામાં ડિજિટલ ક્રાઈમમાં નોંધાશે અસરકારક કામગીરી
  • એક PI, 3 PSI સહિતના માણસોને લગાવાયા કામે

આણંદ : જિલ્લાના ઘણા કિસ્સામાં નાગરિકો સાથે ઓનલાઇન છેતરપીંડી, વિશ્વાસઘાત, એકાઉન્ટ હેકિંગ જેવી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો હતો. જેમાં નાગરિકોને આર્થિક અને સામાજિક નુકશાન થયું હોય તેવા કિસ્સામાં જિલ્લામાં ચાલતા સાઈબર સેલની મદદથી ગુનો દાખલ કરી તાપસ કરવામાં આવતી હતી. જેમાં ઘણા કિસ્સામાં લાંબા સમય સુધી યોગ્ય પરિણામ મળી શકતું ન હતું. હવે પ્રજા આશા રાખતી બની છે કે, નવા સાઈબર ક્રાઈમ પોલીસ મથકે (Cyber Crime Police Station) હવે નવી સુવિધાઓ અને લેટેસ્ટ ટેક્નોલોજીવાળા ઉપકરણો અને સિસ્ટમથી તેમને યોગ્ય સમયે પરિણામ મળશે.

આણંદમાં નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ઉદઘાટન

આ પણ વાંચો : અમદાવાદ: 100થી વધુ ટેકનીકથી થાય છે સાયબર ક્રાઈમ, 2020માં 160થી વધુ ગુના નોંધાયા

એક PI, 3 PSI સહિતના માણસોને લગાવાયા કામે

આણંદ શહેરમાં શરૂ થયેલા નવા સાઈબર ક્રાઈમ પોલીસ મથક (Cyber Crime Police Station)ના ઉદ્ઘાટન સમયે જિલ્લા પોલીસ વડા અજિત રાજ્યણે જણાવ્યું હતું કે, આ પોલીસ સ્ટેશનમાં ફક્ત સાઈબર ક્રાઈમ (Cyber Crime)ને લાગતી ફરિયાદો પર કામગીરી હાથ ધરવામાં આવશે. જે માટે એક પોલિસ ઇન્સ્પેક્ટર ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના માણસોને નીમવામાં આવ્યા છે. જે લોકો ઓનલાઇન થયેલા ગુનાઓની તાપસ કરશે. આ પોલીસ સ્ટેશનમાં લેટેસ્ટ ઉપકરણોથી સજજ સિસ્ટમ રાખવામાં આવી છે. જે ઓનલાઈન આચરવામાં આવતા ગુનાઓમાં અસરકારક તપાસ કરવામાં ઉપયોગી નીવડી આ પ્રકારના ગુનાઓમાં અસરકારક ઘટાડો લાવવા મદદરૂપ થશે.

સાઇબર ક્રાઈમ પોલીસ મથક

ABOUT THE AUTHOR

...view details