ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવાનોને આઈસ્ક્રીમની દુકાન ખોલવાનો અધિકાર : અમિત શાહ - ગ્રામ્ય વિકાસ યોજના

ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) આણંદમાં સંબોધન કર્યું હતું. શાહે એવું કહ્યું કે, જ્યાં સુધી વ્યક્તિનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામડાનો (Rural Development Gujarat)વિકાસ નહીં થઈ શકે. જ્યાં સુધી વિસ્તારનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ થઈ શકે નહીં.

રાજ્યોના તમામ ગામડાઓમાં વીજળી, યુવાનોને આઈસ્ક્રીમની દુકાન ખોલવાનો અધિકાર:શાહ
રાજ્યોના તમામ ગામડાઓમાં વીજળી, યુવાનોને આઈસ્ક્રીમની દુકાન ખોલવાનો અધિકાર:શાહ

By

Published : Jun 12, 2022, 3:32 PM IST

આણંદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) ગુજરાતના પ્રવાસે છે. રવિવારે ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટના (Institute of Rural Management Anand of Gujarat) 41મા દીક્ષાંત સમારોહમાં (Convocation Of IRMA ) તેમણે કૉલેજ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે એવું જણાવ્યું હતું કે જ્યાં સુધી વ્યક્તિનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ (Rural Development in Gujarat) થઈ શકશે નહીં. જ્યાં સુધી વિસ્તારનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ થઈ શકે નહીં. વ્યક્તિનું જીવન સગવડભર્યું બનાવીએ, વિસ્તાર અને વિકાસ કરીએ તો જ ગ્રામ્ય વિકાસનું આ સ્વપ્ન સાકાર થાય છે.

આ પણ વાંચો:વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં અહિં પડે શકે છે ભારે વરસાદ

ગ્રામ વિકાસને મહત્ત્વ: દેશના ગ્રામીણ વિકાસને ઝડપી બનાવવો, ગ્રામીણ વિકાસને દેશની અર્થવ્યવસ્થામાં ફાળો આપનાર અને ગામડામાં રહેતા દરેક વ્યક્તિને સમૃદ્ધિ તરફ લઈ જવા, આમ કર્યા વિના દેશ ક્યારેય આત્મનિર્ભર બની શકતો નથી. આજે તમે લોકો અહીંથી સમાજ જીવનમાં ભણીને જઈ રહ્યા છો. તમને સારું જીવન જીવવાનો અધિકાર છે, પરંતુ સાથે સાથે જેઓ હજુ પણ સારા જીવનનું સ્વપ્ન ધરાવે છે, જેમના માટે શિક્ષણ હજુ પણ એક સ્વપ્ન છે. તેમના માટે થોડો સમય કાઢો. આવા લોકોને પણ ધ્યાને લો.

ગામને સુવિધાજનક બનાવવું:ગ્રામીણ વિકાસનું પાસું ગામને સુવિધાજનક બનાવવાનું છે. આ માટે ગામડાને છેવાડાના વિસ્તારો સાથે કનેક્ટિવિટી જરૂરી છે. ગામમાં વીજળી ન હતી, કોઈને આઈસ્ક્રીમની દુકાન ખોલવી હોય તો તે ખોલી શકાતી ન હતી. શું ગામના યુવાનોને આઈસ્ક્રીમની દુકાન ખોલવાનો અધિકાર નથી? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિકાસ માટે સંપૂર્ણ ગ્રામીણ વિકાસ કેવી રીતે થઈ શકે છે. તેની કલ્પના દેશ અને વિશ્વ સમક્ષ મુકવાનું કામ કર્યું છે. જ્યાં સુધી વ્યક્તિનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ થઈ શકશે નહીં. જ્યાં સુધી વિસ્તારનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ થઈ શકે નહીં. વ્યક્તિનું જીવન અનુકૂળ બનાવીએ, વિસ્તાર અને ગામનો વિકાસ કરીએ તો જ ગ્રામ્ય વિકાસનું આ સપનું સાકાર થાય છે.

આ પણ વાંચો:સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી, મુખ્ય સચિવ પંકજકુમાર થયા કોરોના પોઝિટિવ

વીજળી પહોંચાડી: પીએમ મોદીએ દરેક ઘરમાં વીજળી, શૌચાલય પહોંચાડવાનું કામ કર્યું છે. મોદી સરકાર દેશના દરેક ઘરમાં નળથી શુદ્ધ પાણી પહોંચાડવાનું કામ કરી રહી છે. વ્યક્તિ, ગામ અને વિસ્તારના વિકાસ માટે મોદી સરકારે 8 વર્ષમાં ઘણું કામ કર્યું છે. મોદીજીએ 8 વર્ષમાં દેશના ખૂણે ખૂણે કરોડો લોકોના બેંક ખાતા ખોલાવ્યા.

ABOUT THE AUTHOR

...view details