આણંદઃ જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે સ્થાનિક નાગરિકોમાં પણ ચિંતાનો માહોલ બન્યો છે. શનિવારે કોરોનાના 13 પોઝિટિવ દર્દીઓ સામે આવતા જિલ્લામાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 456 સુધી પહોંચ્યો છે. જેમાં આણંદ અને પેટલાદ તાલુકામાં કુલ ચાર કેસ નવા સામે આવ્યા છે.
આણંદમાં આજે કોરોનાના 13 નવા કેસ નોંધાયા, કુલ આંક 456 પહોંચ્યો
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દિનપ્રતિદિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, ત્યારે જિલ્લામાં નવા 13 કેસ નોંધાયા હોવાની માહિતી બહાર આવી રહી છે. આ સાથે જ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંક 456 સુધી પહોંચ્યો છે.
આણંદ તાલુકામાં જે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમાં તુલસી આંગનમાં રહેતા હિનાબેન પટેલ આણંદ તાલુકાના લાલપુરા ગામે રહેતા સરોજબેન પાંડે, ગામડીમાં રામજી મંદિરની ખડકીમાં રહેતા ગીતાબેન પટેલ અને બાકરોલમાં રહેતા કૈલાશબેન પટેલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ખંભાત શહેરના બિલપાડ વિસ્તારમાં રહેતા પ્રભાબેન રાણા, સોજીત્રાના રાણાચોક વિસ્તારમાં રહેતા કૈલાસબેન રાણા, દેવીનીપોળમાં રહેતા રક્ષાબેન કોરોના પોઝિટિવ છે. જયારે બોરસદના બ્રાહ્મણવાડામાં રહેતા મહેન્દ્ર પંચાલ અને દિપક સિંહ ઉર્ફે સમૂભા જાદવનો સમાવેશ થાય છે.
પેટલાદની સચિન સોસાયટીમાં રહેતા અંજનાબેન પટેલ, મુસ્લિમ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઈ વહોરા, સીમરડા ગામે રહેતા યજ્ઞેશ કુમાર તથા નાર ગામના કાછીયાવાડમાં રહેતા કનુભાઈ કાછીયાનો રિપોર્ટ આજરોજ પોઝિટિવ આવ્યો છે.
આ તમામ દર્દીઓ પૈકી એક દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે છ દર્દીઓ ઓક્સિજન પર તેમજ ત્રણ દર્દીઓની હાલત અત્યારે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. 10 પૈકી સાત દર્દીઓને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલના ખાતે તથા બે દર્દીઓને SSG વડોદરા ખાતે તથા એક દર્દીને આણંદ જનરલ હોસ્પિટલમાં આઇસોલેટ કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે.