ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં 13 દિવસમાં જ બે હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - Corona infection

આણંદમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક શરૂ થઇ છે. પ્રથમ લહેરમાં કેસનો આંકડો 2,003 સુધી પહોંચતા 8 મહિના થયા હતા. જ્યારે બીજી લહેરમાં માત્ર 13 દિવસની અંદર 2017 કેસ નોંધાયા હતા.

આણંદમાં કોરોના
આણંદમાં કોરોના

By

Published : May 12, 2021, 9:10 AM IST

  • કોરોના સંક્રમણની બીજી લહેર ઘાતક બની
  • પ્રથમ લહેરમાં 2003નો આંકડો આવતા 8 મહિના થયા હતા
  • બીજી લહેરમાં માત્ર 13 દિવસમાં 2017 કેસ નોંધાયા

આણંદ : જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેર કેટલી ઘાતક છે. તે આંકડા પરથી જોઇ શકાય છે. જિલ્લામાં પ્રથમ કેસ 14મી એપ્રિલના રોજ ખંભાતથી નોંધાયો હતો. અવિરત ચાલી રહેલા કેસમાં 2003નો આંકડો આવતા 8 મહિના થયા હતા.

આણંદમાં કોરોના

9 ડિસેમ્બર 2020 સુધીમાં 2003 કેસ સામે આવ્યા

સરકારની બેદરકારી અને ચૂંટણી જીતવાની લ્હાયમાં નિયમો હળવા કરતા સંક્રમણની બીજી લહેર ત્સુનામી બની ફરી વળી છે. આ બીજી લહેરમાં છેલ્લા પખવાડિયા દરમિયાન જ 2017 કેસ નોંધાયાં છે. જ્યારે પ્રથમ લહેરમાં લોકડાઉનથી લઈને 9 ડિસેમ્બર 2020 સુધીમાં 2003 કેસ સામે આવ્યા હતા.

બીજી લહેરમાં એપ્રિલ અને મે માસના દિવસ પ્રમાણે સામે આવેલ કેસના આંકડા

આણંદમાં કોરોના
  • એપ્રિલ મહિનામાં નોંધાયેલા કેસ
તારીખ કેસ
1 19
2 22
3 29
4 25
5 25
6 24
7 19
8 20
9 30
10 33
11 31
12 33
13 68
14 76
15 48
16 81
17 71
18 91
19 99
20 58
21 72
22 42
23 52
24 88
25 119
26 92
27 24
28 109
29 125
30 132
કુલ 1857
  • મે મહિનામાં નોંધાયેલા કેસ
તારીખ કેસ
1 146
2 161
3 127
4 138
5 157
6 205
7 195
8 176
9 189
10 157
કુલ 1651

ગત વર્ષે પ્રથમ કેસ લોકડાઉનના 14 દિવસ બાદ 9મી એપ્રિલે નોંધાયો હતો
આણંદ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ દોઢસોથી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. પરંતુ પ્રથમ ચરણ કરતા આ લહેર વધુ ભયાનક છે. કારણ કે, પ્રથમ ચરણમાં સરકારે એપ્રિલ અને મે મહિનામાં સંપૂર્ણ લોકડાઉન કર્યું હતુ. આ દરમિયાન પ્રથમ કેસ 14 દિવસ બાદ 9મી એપ્રિલે નોંધાયો હતો. ત્યારપછી છુટક-છુટક કેસ નોંધાયાં હતાં.

આણંદમાં કોરોના

દરરોજ ત્રણ ડિઝીટમાં કોરોના કેસ આવી રહ્યાં

અનલોકના સમયગાળા દરમિયાન કેસમાં થોડો વધારો થયો હતો અને આંકડા બે ડિઝિટ સુધી પહોંચી ગયાં હતાં. દિવાળી સુધીમાં કોરોના એકંદરે કાબૂમાં હોય તેવું વાતાવરણ ઉભુ થયુ હતુ. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાની લ્હાયમાં નિયમોમાં છુટછાટ આપતાં બીજી લહેર સુનામી બની ફરી વળી છે. અત્યારે દરરોજ ત્રણ ડિઝીટમાં કોરોના કેસ આવી રહ્યાં છે.
બીજા તબક્કામાં માત્ર 13 દિવસમાં જ 2,017 કેસ નોંધાયા
પ્રથમ ચરણમાં પ્રથમ કેસના આઠ મહિના પછી 2,003 કેસ નોંધાયા હતા. જ્યારે બીજા તબક્કામાં માત્ર 13 દિવસમાં જ 2,017 કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં કુલ 6,577 કેસ છે. 31મી માર્ચના રોજ 3,069 કુલ કેસ હતા. જિલ્લામાં હાલની સ્થિતિએ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details