આણંદ: જિલ્લા સહિત રાજ્યમાં 2 દિવસ સુધી પડી રહેલ હળવાથી ભારે વરસાદના કારણે (anand rain effect) ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતાં. પાણી ભરાવાના કારણે કેટલાક સ્થળોએ વર્ષો જૂના મકાનો ધરાશાયી થવાનું જાણવા મળેલ છે. ખંભાત તાલુકાના વડોલા ગામે મકાન ધરાશયી, સોજીત્રામાં પણ બંધ મકાનની એક તરફની દિવાલ તૂટી પડયા સહિતની તાજેતરમાં ઘટનાઓ બની હતી.
આ પણ વાંચો:NIAએ ISIS સાથે જોડાયેલા 6 રાજ્યોમાં 13 જગ્યાએ પાડ્યા દરોડા, ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા
બોરસદ તાલુકામાં આ વર્ષ ધાર્યા કરતાં ખૂબ સારો વરસાદ (gujarat wether forecast) થયો હોવાથી અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીએ તારાજી સર્જી છે. સોમવારે વહેલી સવારે બોરસદના મોટી ગોલવાડ વિસ્તાર(વોર્ડ નં.5)માં આવેલ આશાઘેલાની ખડકીમાં લગભગ સવારના 6 ના સુમારે વરસાદી પાણીથી બોદાઈને એક કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. વર્ષો જૂનું આ મકાન સવારના સુમારે પડ્યું હોઈ આ વિસ્તારમાં કોઈ હાજર ન હતું જેથી કોઈ ગંભીર બનાવ બનવા પામ્યો નથી. પરંતુ આ વિસ્તારમાં અન્ય ત્રણ ઘરો આજ હાલતમાં જોવા મળી રહ્યા છે. જે ગમે ત્યારે ધરાશયી થાય તેમ છે.
આ પણ વાંચો:લો બોલો: શાહરૂખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર RO પ્લાન્ટ નાખશે
ચીમનભાઈ રણછોડભાઈ પટેલ અને કેશવભાઈ ફકીરભાઈ શાહના મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. બાજુમાં આવેલ મોહનભાઈ ડાહ્યાભાઈ ઠક્કર અને દિનેશભાઈ ચુનાલાલ મહેતાના ઘરોને ઉતારી લેવા માટે નોટીસ આપવામાં આવી છે. આ વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ બે ઘરો તો એવા છે કે રસ્તેથી પસાર થતા ડીજેના અવાજ થી પણ મકાનની દીવાલમાંથી પોપડા ઉખડી પડવા લાગે છે. આ ઘરો ગમે ત્યારે પડે અન્ય ઘરો પણ લપેટમાં લઈને મોટું નુકસાન સર્જી શકે તેમ છે. જેથી જર્જરીત અને વર્ષો જૂના આવા મકાનો ઉતારી લેવાની સ્થાનિક રહીશોની માંગ થવા પામી છે. છેલ્લાં ઘણા દિવસથી સતત વરસાદ પડવાથી મકાનો પડવાની ઘટના ઘટી છે. આણંદ જિલ્લામાં ચાલું વરસાદી (gujarat rain update ) ઋતુંમા 206 મકાનોને નુકસાન થવા પામ્યું છે. તેમાં સૌથી વધુ બોરસદ ગ્રામ્ય વિસ્તારમાં ૧૬૫ મકાનોને અને બોરસદ શહેરમાં ૪૧ મકાનોને નુકસાન થયું છે.ટ
તાલુકા વાઇઝ મકાનોને થયેલ નુકસાન:આણંદ- ૩, ઉમરેઠ - ૧, આંકલાવ - ૫, પેટલાદ - ૨, સોજીત્રા - ૨, તારાપુર - ૧૪, ખંભાત - ૨૨, બોરસદ ગ્રામ્ય - ૧૬૫, બોરસદ શહેર -૪૧