- આણંદ જિલ્લામાં આગામી ત્રણ રવિવારના રોજ મતદાર યાદી સુધારણા ઝુંબેશ યોજાશે
- બુથ લેવલે થશે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
- જિલ્લા કલેકટર દ્વારા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી
આણંદ જિલ્લામાં મતદારયાદી માટે નજીકના મતદાન મથકો પર સુધારા વધારા કરી શકાશે - Anand district
ભારતના ચૂંટણી પંચ દ્વારા 1 જાન્યુઆરી 2021ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીમાં સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આજે આણંદ જિલ્લામાં પ્રારંભ થઈ ગયો છે. જે આગામી 15 ડિસેમ્બર સુધી ચાલશે.
આણંદ: જિલ્લામાં આગામી ત્રણ રવિવારના ખાસ ઝુંબેશ યોજાનાર છે. ખાસ મતદારયાદી સુધારણા ઝુંબેશના દિવસો દરમિયાન સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક દરમિયાન જિલ્લાની તમામ વિધાનસભા મતવિભાગોમાં પ્રત્યેક મતદાન મથક ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકાશે. તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નામ ઉમેરવા, નામ કમી માટે, ફોટો/વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજુ કરી શકાશે.
નાગરિકે જરૂરી પુરાવા દસ્તાવેજો સાથે ફોર્મ નં. 6 ભરીને રજૂ કરવા: ચુંટણી અધિકારી
નિયત નમૂનામાં કોરા ફોર્મ્સ મતદાન મથક ખાતે ઉપસ્થિત બૂથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે.મતદાર ફોટો ઓળખકાર્ડ(એપિક)એ ફક્ત ઓળખ દસ્તાવેજ છે. ચૂંટણી સમયે મતદાન કરવા માટે પ્રવર્તમાન મતદાર યાદીમાં મતદાર તરીકે નામ દાખલ થયેલ હોવું ફરજિયાત છે.જેથી મતદારયાદીમાં નામ દાખલ થયેલ હોવા અંગે ચકાસણી કરી લેવા અને જો મતદારયાદીમાં નામ ન હોય તો લાયકાત ધરાવનાર નાગરિકે જરૂરી પુરાવા દસ્તાવેજો સાથે ફોર્મ નં. ૬ ભરીને રજુ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર.જી. ગોહિલે એક યાદી દ્વારા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.