- આણંદ જિલ્લામાં ખંભાતના ડાયમંડ ઉદ્યોગ પર મંદીના ગ્રહણ
- કેન્દ્ર સરકારે ડાયમંડ તેમજ જ્વેલરીને કુરિયરમાં ડિલિવરી માટે લીલીઝંડી આપી
- જવેલરી ઉદ્યોગકારોને આર્થિક રાહત મળવાની આશા જાગી
આણંદઃ જિલ્લામાં ખંભાતના ડાયમંડ ઉદ્યોગ મંદીના ગ્રહણમાં છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારે ડાયમંડ તેમજ જ્વેલરીને કુરિયરમાં ડિલિવરી મોકલવા માટે લીલીઝંડી આપીને મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી હીરા તેમજ આભૂષણોને હવાઈ કે, જળમાર્ગે મોકલવાની ફરજ પડતી હતી. જે સરવાળે ખર્ચાળ સાબિત થઈ રહ્યુ છે, ત્યારે કુરિયર દ્વારા નિકાસને મંજૂરી અપાતાં જવેલરી ઉદ્યોગકારોને આર્થિક રાહત મળવાની આશા જાગી છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાની મહામારી સાથે કુદરતી માનવ સર્જિત પરિબળો અમુક સરકારી નિયંત્રણ વૈશ્વિક માર્કેટની હલચલને કારણે ડાયમંડ ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ તોળાઈ રહ્યું છે.
સરકારનો મહત્વનો નિર્ણયઃ હીરાના પાર્સલ હવે કસ્ટમ મારફતે નહીં પણ કુરિયરથી મોકલી શકાશે ખંભાતના ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાં
અગાઉ વૈશ્વિક બજારમાં રફ હીરાની વિપુલ માગ વર્તાઈ રહેતા ખંભાતના હીરો ઉદ્યોગ દ્વારા વૈશ્વિક માગને પહોંચી વળવા માટે મોટા પાયે રફ હીરાની આયાત, ઉત્પાદન અને નિકાસ થતી નથી. જોકે થોડા સમય પૂર્વે ચાઈનીઝ આર્ટિફિશિયલ ડાયમંડ બજારમાં મુકાતા લોકો દેખાવમાં આબેહૂબ અસલી ડાઇમંડ જેવા આર્ટિફિશિયલ હીરા ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. તેમજ કાચા હીરાની માગ ઘટતાં ખંભાતના હીરો ઉદ્યોગ હાલ મંદીના માહોલમાં છે.
આર્થિક ભારણમાં થશે ઘટાડો
ઉત્પાદન એકમોએ તાળા મારી દેતા કર્મીઓને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મેળવવાની નોબત આવી છે, ત્યારે કર્મચારીઓ નાના પાયે ચાલતી હીરા ઘસવાની કામગીરીમાં જોતરાઈ અને જેમ તેમ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જ્યારે અન્ય કેટલાક છૂટક ધંધા વ્યવસાયમાં જોડાઈને રોજગારી મેળવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે ડાયમંડ ઉદ્યોગ અને જ્વેલરી કુરિયરમાં નિકાસ કરવાની છૂટ આપતા ઉત્પાદકોમાં ઉજળી આશા જાગી છે. જેમાં અત્યાર સુધી વિમાન માર્ગે કે સ્ટીમરોમાં વિદેશમાં મોકલવામાં આવતા ડાયમંડ જ્વેલરી કુરિયરમાં મોકલવાની પ્રક્રિયાને લઇને મોટું આર્થિક ભારણ ઘટશે.
સરકારના આ મહત્વના નિર્ણયથી વેપારીઓમાં આનંદ
સાથો સાથ ડિલિવરી પાછળ છતાં શ્રમ કાર્યમાં પણ ઘટાડો થશે સરકારની આ જાહેરાતથી હીરા તથા ઝવેરાતના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ખંભાત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ભાઇલાલભાઇ પટેલે જણાવ્યું કે, ડાયમંડ જ્વેલરી કુરિયર દ્વારા ડિલિવરી અંગે કેન્દ્રનો જે નિર્ણયલેવામાં આવ્યો છે તે સારો ગણાવવામાં આવી રહ્યો છે. સરકારના કુરિયર દ્વારા નિકાસને મંજૂરી આપતા મોટા ઉદ્યોગકારો અને જ્વેલર્સની ફાયદો થશે. પ્રોત્સાહન મળતા નિકાસ વધશે જોકે હાલમાં ખંભાત ડાયમંડ ઉદ્યોગ મંદીમાં છે. ત્યારે તેના બચાવ અને પુનઃસ્થાપન માટે સરકાર દ્વારા પ્રોત્સાહક પેકેજ આર્થિક સહાય જાહેર કરીને ઉદ્યોગને પુનર્જીવિત કરવામાં આવે તો ઉદ્યોગકારોને ફાયદો રહેશે.