- નાના વેપાર વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની કમર તોડી
- દૈનિક 800થી હજાર રૂપિયાની આવક મેળવતા 100 રૂપિયામાં ઘર ચલાવે
- ખરીદ શક્તિ ખૂબ સીમિત કરી હોય તેવી સ્થિતિ આજે બજારમાં જોવા મળી રહી
આણંદ : કોરોના મહામારીએ નાના વેપાર વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની કમર તોડી છે. દૈનિક એક હજારથી 800 રૂપિયાની આવક મેળવવા વેપારીઓ આજે સો રૂપિયા માટે આખો દિવસ પસાર કરવા મજબૂર બન્યા છે. એક તરફ ગ્રાહકોના મનમાં ઉઠેલો કોરોનાનો ભય અને પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે લોકોએ પોતાની ખરીદ શક્તિ ખૂબ સીમિત કરી હોય તેવી સ્થિતિ આજે બજારમાં જોવા મળી રહી છે.
લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર લોકડાઉન અને કરફ્યુના કારણે મોટું આર્થિક નુકશાન થયું
ETV BHARAT દ્વારા આણંદમાં નાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં વેપારીઓને કોરોના લોકડાઉન અને કરફ્યુના કારણે મોટું આર્થિક નુકશાન થયું હોવાની માહિતી આપી હતી. સામાન્ય સંજોગોમાં પરિવારનું સારી રીતે ભરણપોષણ કરી શકતા વેપારીઓ આજે એક એક રૂપિયા માટે દિવસ પસાર કરતા બન્યા છે. બીજી તરફ લોકોને પડતી આર્થિક સંકડામણ પણ આ સ્થિતિ માટે તેટલી જ જવાબદાર છે. આ પરિસ્થિતિમાં જિલ્લામાં નાના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે.
લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર કોરોના કાળમાં દિવસના સો રૂપિયા મળવા પણ મુશ્કેલછેલ્લા 25 વર્ષથી ચાવી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલ ઇરફાને જણાવ્યું હતું કે, કોરોનામાં ખરાબ હાલત થઈ ગઈ છે. ઘર ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. બહુ ખરાબ સ્થિતિ સર્જાઇ છે. આજની તારીખે ઘર ચાલતું નથી. ધંધો ન હોવાથી ભૂખ્યા મરવાની હાલત થઈ છે. સામાન્ય દિવસોમાં 700-800 રૂપિયા કમાઇને જેમ-તેમ ઘર ચાલતું હતું. પરંતુ કોરોના કાળમાં દિવસના સો રૂપિયા મળવા પણ મુશ્કેલ છે. જે એક ચિંતાનો વિષય છે.
લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર આ પણ વાંચો : કોરોનાની માઠી અસર, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પડી ભાંગીલોકડાઉન થશેે તો ખાવાનાં પણ વાંધા ઊભા થશેછેલ્લા પાંચ વર્ષથી ટેમ્પી ચલાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા સલીમ રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉનના લીધે હવે ધંધો ચાલતો નથી. આખા દિવસમાં માંડ એકાદ ભાડું મળે છે. ઘરમાં પાંચ લોકોનો પરિવાર છે. જેનું પૂરૂં પડતું નથી માટે લોકો પાસેથી પૈસા ઉછીના લેવા પડે છે. હવે દેવું થઈ ગયું છે વધુમાં જ્યારે 2:00 વાગે બજારો બંધ થઈ જાય છે. તેથી ધંધો મળતો નથી. હવે જો લોકડાઉન થશેે તો ખાવાનાં પણ વાંધા ઊભા થશે.
લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર કોરોના મહામારી પછી નાળિયેરની કિંમતમાં વધારો થયોઈમરાને છેલ્લા 15 વર્ષથી નાળિયેર વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આમ, તો બિમાર વ્યક્તિઓ માટે નાળિયેરએ ખૂબ જ ગૂણકારી સાબિત થાય છે. પરંતુ મહામારીના સમયમાં લોકોને સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવા નાળિયેરની વેચાણ પર પણ માઠી અસર થઇ હોવાનું ઈમરાન જણાવે છે. તેમના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી પછી નાળિયેરની કિંમતમાં વધારો થયો છે. અત્યારે દિવસ દરમિયાન 200 રૂપિયાની પણ કમાણી થતી નથી. પહેલાના સમયને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, પહેલા ચારસોથી પાંચસો રૂપિયા મળતા હતા. જ્યારે હાલની સ્થિતિએ ખૂબ જ આર્થિક તંગી વેઠવી પડે છે. બીજી તરફ માલ પણ બગડી જાય છે અને ઘરાકી પણ ઓછી થાય છે.
લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર આ પણ વાંચો : કોરોનાની અસરઃ મહામારીનાં કારણે ટ્રાવેલ્સનાં ધંધામાં ખોટ થતા બસ વહેંચવાનો વારો આવ્યોહપ્તા ભરવા જેટલાય નાંણા કમાતા નથીપિન્ટુ છેલ્લા 5 વર્ષ થઈ રિક્ષા ચલાવી પરિવારનું ગૂજરાન ચલાવે છે. હાલની પરિસ્થિતિ વર્ણવતા તેણે જણાવ્યું હતું કે, તેમના દ્વારા હોમ લૉન અને સાધનની બે લોન ચાલુ છે. જેમાં હપ્તા ભરવા જેટલાય નાંણા કમાતા નથી. જેથી દેવુ વધી જવા પામ્યું છે. ખૂબ મોટી મૂડી ના બાકી રહેતા ચૂકવણી અંગે માહિતી આપતા તેમને જણાવ્યું હતું કે, સ્થિતિના પરિણામ સ્વરૂપ કામ મળતું નથી અને તેના કારણે આર્થિક સંકડામણની અનૂભવ કરી રહ્યા છે.
લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર માં લોકો પાસે રોજગારી મેળવવાના ખૂબ ઓછા સ્ત્રોતસમાજમાં ખૂબ મોટો વર્ગ આ પ્રકારના નાના-મોટા વ્યવસાય કરી પરિવારનું ગૂજરાન ચલાવે છે. તેમાંથી ખૂબ મોટા વર્ગને કોરોના અને તેને કારણે સરકારી તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોથી ખૂબ મોટું આર્થિક નુકશાન વેઠવું પડી રહ્યું છે. તેવામાં લોકો પાસે રોજગારી મેળવવાના ખૂબ ઓછા સ્ત્રોત બચ્યા છે. સાથે જ સુક્ષ્મ વ્યવસાય કરતા વેપારીઓ માટે આ મહામારી ખૂબ મોટું આર્થિક મંદીનું મોજું લઈને આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર