- વિદ્યાનગરનું વિશેષ vaccination center
- લાભાર્થીઓને આપવામાં આવે છે privileged facility
- 10 minutesમાં આવી જાય છે નંબર
- સાથે ચા નાસ્તો અને શરબત પણ પીરસાય
- vaccination certificate કરી આપવામાં આવે છે print
આણંદઃ 'મહારસીકરણ અભિયાન'માં સરકાર દ્વારા વિનામૂલ્યે નાગરિકોને મહામારીમાં સુરક્ષિત રાખવા માટે આણંદ જિલ્લામાં 157 કેન્દ્રો પર રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.રસીકરણ માટે લોકોમાં આવેલ જાગૃતિ બાદ 'મહારસીકરણ અભિયાન'માં સરકારી દવાખાનાઓ અને અન્ય કેન્દ્રો પર સામાન્ય રીતે જોવા મળતો લાભાર્થીઓનો ધસારો ખૂબ વધ્યો છે.જેને કારણે ઘણા કેન્દ્રો પર નાગરિકોને રસી મૂકાવવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તેનાથી વિપરીત આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં એક આદર્શ vaccination center આવેલું છે જ્યાં રસી મૂકાવવામાં નાગરિકોને કોઈ સમસ્યા નડતી નથી. આ કેન્દ્ર આજે એક આદર્શ રસીકરણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.
સામાન્ય રીતે રસી મુકાવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક કહેવામાં આવે છે ત્યારે આધારકાર્ડની ઝેરોક્ષ પણ માગવામાં આવતી હોય છે. સાથે રસી મૂકાવ્યાં બાદ સરકાર દ્વારા આપવામાં આવતું સર્ટિફિકેટ બાબતે પણ લાભાર્થીઓને ડાઉનલોડ કરવામાં કે તેને પ્રિન્ટ કરાવવામાં તે બજારમાં ધક્કા ખાવા પડતા હોય છે. વિદ્યાનગર ખાતે VTC( વિદ્યાનગર ટાઉન કલબ) દ્વારા શરૂ કરવામાં આવેલ આ આદર્શ રસીકરણ કેન્દ્ર (vaccination center) પર આવતા નાગરિકોને રજિસ્ટ્રેશનની કામગીરી કલબના વોલેન્ટીયર્સ દ્વારા કરી આપવામાં આવે છે. સાથે જ જે પ્રમાણે આધારકાર્ડની ઝેરોક્ષ કોઈ નાગરિક લાવવાનું ભૂલી ગયો હોય તો તેને પણ કલબના વોલેન્ટીયર્સ દ્વારા સંચાલિત બૂથ પરથી કાઢી આપવામાં આવે છે. જે નાગરિકો માટે એક ઉત્તમ સુવિધા પૂરી પાડે છે.
આણંદના વિદ્યાનગર ખાતે VTC દ્વારા સુવિધાસભર રસીકરણ કેન્દ્ર પર (vaccination center) આવતા નાગરિકોને રસી મૂકાવ્યા બાદ સરકાર દ્વારા આપવામાં આવતા certificate ની કોપી પણ કાઢી આપવામાં આવે છે. જેથી રસી મૂકાવ્યા બાદ vaccinated certificate માટે લાભાર્થીએ બહાર જવું પડતું નથી અને vaccination center ખાતે જ લાભાર્થી ને certificate મળી જાય છે.