આણંદ જિલ્લા વિકાસ અધિકારીસુરત તરીકે કાર્યરત 2015 ના પ્રોબેશનરી આઇ.એ.એસ. દિલીપ એસ.ગઢવીએ બદલી થતાં આજે આણંદ જિલ્લા કલેકટર (Anand District Collector) તરીકેનો પદભાર સંભાળ્યો હતો. મૂળ મહેસાણાના વતની ડી.એસ.ગઢવીએ ઇલેકટ્રોનિકસ વિષય સાથે બી.ઇ.નો અભ્યાસ પૂર્ણ કરીને ગુજરાતજાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા.
ડેપ્યુટી કમિશ્નર તરીકે કામગીરીજેમાં તેઓએ ડેપ્યુટી કલેકટર તરીકે ધોળકા પાલનપુરમાં તથા અંબાજી માતા દેવસ્થાનના વહીવટદાર તરીકે ફરજ બજાવી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તથા આઇ.એ.એસ.માં નોમીનેશન થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ખેડા, ડાંગ અને સુરત ખાતે તેમજ ગ્રામ વિકાસ વિભાગમાં ડેપ્યુટી કમિશ્નર તરીકે કામગીરી કરી છે.
પંચાયતી રાજ વહીવટી આણંદ જિલ્લા કલેકટરાલયના અધિકારી સ્ટાફ પરિવાર દ્વારા કલેકટર ગઢવીને આવકાર સાથે અભિનંદન પાઠવ્યા હતા. કલેકટરે સરકારના ગુડ ગર્વનન્સના ધ્યેયને સૌએ સાથે મળીને સાકાર કરવાની સાથે પંચાયતી રાજ વહીવટી તંત્રમાં પ્રોત્સાહક વાતાવરણ પુરું પાડીને જિલ્લાને વિકાસની દિશામાં મકકમતાથી આગળ ધપાવવા સૌના સહયોગી કાર્ય પર વિશેષ ભાર મૂકયો હતો.
રોજગારીના સર્જનની નેમ કલેકટર ગઢવી આણંદ જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આણંદ જિલ્લો વિકાસક્ષેત્રે ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે તેમ જણાવતા કલેકટર દિલીપ ગઢવીએ કહ્યું હતું કે, જિલ્લામાં સાયન્સ અને ટેકનોલોજીના વધુ ઉપયોગ સાથે નવી રોજગારીનું સર્જન થાય, તેના માધ્યમથી લોકોનો આર્થિક વિકાસ થાય અને તેમની જીવનશૈલી વધુ સરળ બને તે માટેના કાર્યોને પ્રાધાન્ય આપવાની બહુઆયામી નેમ વ્યકત કરી હતી.