આણંદ : ઉત્તરાયણ નિમિત્તે લોકો અવનવી વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે ETV BHARAT સાથે માણો મજેદાર મફિનનો આનંદ...
ઉત્તરાયણ પર્વ નિમિત્તે માણો મજેદાર મફિનનો આનંદ મફિન (કપ કેક)બનાવવા માટેની સામગ્રી
- ઓરીઓ બિસ્કિટ 2 પેકેટ (120gm×2)
- હાઇડ એન્ડ સિક 2 પેકેટ (120gm×2)
- ઇનો (1 પેકેટ)
- 1 કપ દૂધ.
- 20gm દળેલી ખાંડ.
- 10 gm બટર.
- 20 gm મેંદો.
ETV BHARAT સાથે માણો મજેદાર મફિનનો આનંદ...
સાધન
- 2 બાઉલ
- 1 મોટો ચમચો.
- 1 કપ કેક ટ્રે.
- ઓવન,મિક્સર
મફિન બનાવવાની રીત
સૌ પ્રથમ બન્ને બિસ્કિટને એક મોટા બાઉલમાં તોડી નાખવા ત્યારબાદ, તેને મિક્સરની મદદથી પાઉડર કરી દેવો. જે બાદ આ પાઉડરને એક મોટા બાઉલમાં કાઢી લઈ તેમાં 5 gm ઇનો અને 20 ગ્રામ દળેલી ખાંડ નાખી બરાબર મિક્ષ કરી લેવું. ત્યારબાદ તેમાં 1 કપ દૂધ (અંદાજિત 200 ml) ઉમેરી આ મિશ્રણને બરાબર મિક્ષ કરી દેવું. જે બરાબર મિશ્રણ તૈયાર થઈ જતા પેસ્ટ (ખીરું) સ્વરૂપે બની જશે.
સૌથી પહેલા માઈક્રોઓવનને 190 ડિગ્રી સે. પર પહેલેથી ગરમ કરી ને રાખવું. ત્યાર બાદ મફિન ટ્રેમાં રહેલા ખાનામાં બટર લાગવી તેના પર મેદાનું એક પરત લગાવવુ જેથી આપણા મફિન ટ્રેમાં ચોંટી ન જાય અને તેને કાઢવામાં સરળતા રહે. ત્યારબાદ બિસ્કિટમાંથી તૈયાર કરેલા મિશ્રણને મફિન ટ્રેમાં સમાન માત્રામાં ભરવા અને તૈયાર કરેલી ટ્રેને ઓવનમાં 10 મિનિટથી 15 મિનિટ માટે કન્વેકસન મૉડ પર ઓવનમાં મૂકવું. જે બાદ આ મફિન તૈયાર થઈ જશે. આ બનેલા મફિનને ટ્રેમાંથી બહાર કાઢી મનપસંદ ચોકેલટ કે અન્ય ખાદ્ય સામગ્રીથી સુશોભિત કરી બાળકોને તથા પરિવારને પીરસો અને આ નવીન વાનગીનો આનંદ માણો.
ઉત્તરાયણ નિમિત્તે લોકો અવનવી વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે મફિન તૈયાર છે કે કેમ તે કેવી રીતે જાણશો!!
મફિન બરાબર બની ગયા છે કે, કેમ તે તપાસવા ટૂથપિકની મદદથી જોઈ શકાય. ટૂથપિકને ઓવનમાંથી બહાર કાઢેલા મફિનમાં ઉપરથી નીચે તરફ નાખીને તપાસવું. જો મફિન તૈયાર હશે, તો ટૂથપિકમાં નહીં ચોંટે. જો પેસ્ટ ટૂથપિકમાં ચોંટે તો તેને વધુ 2 કે 3 મિનિટ માટે ઓવનમાં કન્વેકસન મોડ પર 190 ડિગ્રી સે. પર મૂકવા.
(આ મફિન ફ્રિજમાં રાખવાથી બેથી ત્રણ દિવસ સુધી સારા રહે છે)