ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલા પ્લાઝ્માની કેવી છે પ્રક્રિયા - plasma

કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. સારવાર માટે દર્દીઓ તમામ પ્રયત્નો કરે છે, અત્યાર સુધી કોરોનાની કોઈ ચોક્કસ સારવાર શોધાઈ નથી. પરંતુ સમાજમાં અત્યારે કોરોના દર્દીઓ માટે ઘણી સારવાર પ્રક્રિયાઓને દર્દીઓની પરિસ્થિતિ અનુરૂપ અઝમાવામાં આવી રહી છે, જેમાં પ્લાઝ્મા થેરાપી પણ ઘણી ચર્ચિત બની છે.

કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલા પ્લાઝ્માની કેવી છે પ્રક્રિયા
કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલા પ્લાઝ્માની કેવી છે પ્રક્રિયા

By

Published : May 15, 2021, 2:34 PM IST

  • કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે પ્લાઝ્મા
  • કોવિડ પોઝિટિવ બનેલા દર્દીઓ સાજા થયા બાદ કરી શકે છે પ્લાઝ્માનું દાન
  • એન્ટીબોડી વ્યક્તિને જે તે રોગ સામે લડવા મદદરૂપ બને છે

આણંદઃકોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત બને છે અને બાદમાં કોરોનાને હરાવી સ્વસ્થ બની કોરોના નેગેટિવ રિપોર્ટ મેળવે છે. ત્યારબાદ 28 દિવસ પછી તે પ્લાઝ્માનું દાન કરવા સક્ષમ ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જ્યારે કોઈ દર્દી રોગ પર કાબુ મેળવી તે રોગ માટે રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે, ત્યારે તેના શરીરમાં જે તે રોગ સામે લડવા એન્ટીબોડીનો વિકાસ થતો હોય છે. જે એન્ટીબોડી વ્યક્તિને જે તે રોગ સામે લડવા મદદરૂપ બને છે.

કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલા પ્લાઝ્માની કેવી છે પ્રક્રિયા

આ પણ વાંચોઃમહીસાગર જિલ્લામાં બીજા પ્લાઝ્મા ડોનર બન્યા યુવાન મીત શાહ

કોરોના મહામારીમાં પ્લાઝ્માની ભૂમિકા દર્દીઓ માટે સહાયક સાબિત થતી જોવા મળે છે

કોરોના મહામારીમાં એક વ્યક્તિ જ્યારે સંક્રમણનો ભોગ બની સંક્રમિત થાય છે, ત્યારે તેના શરીરમાં પણ રોગપ્રતિકારક શક્તિ તે રોગના વાઇરસને શરીરમાં હાવી થતો રોકવા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. જ્યારે દર્દીઓ પર સંક્રમણ હાવી થતું હોય ત્યારે તેને એન્ટીબોડી વાળા પ્લાઝ્મા આપવામાં આવે તો તે ઝડપથી તે રોગ સામે લડી શકવા સક્ષમ બનતો હોય છે. આ કોરોના મહામારીમાં પ્લાઝ્માની ભૂમિકા દર્દીઓ માટે સહાયક સાબિત થતી જોવા મળે છે.

કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલા પ્લાઝ્માની કેવી છે પ્રક્રિયા

કોરોના સામે દર્દીઓ સ્વસ્થ બને તે બાદ 28 દિવસ પછી પ્લાઝ્માનું દાન કરી શકે છે

આણંદ જિલ્લાના મુખ્યમથકમાં આવેલી રેડ ક્રોર્સ સોસાયટીમાં પ્લાઝ્માની કામગિરી કરવામાં આવે છે. ત્યાના સિનિયર લેબ ઓપરેટર શક્તિસિંહ વાઘેલાએ ETV Bharat સાથે થયેલી ખાસ ચર્ચામાં જણાવ્યું હતું કે, કોરોના સામે દર્દીઓ જ્યારે સ્વસ્થ બને તે બાદ 28 દિવસ પછી પ્લાઝ્માનું દાન કરી શકે છે. જેમાં દાતાની શારીરિક ક્ષમતા અનુસારના નિયમ મુજબ લોહી લેવામાં આવે છે. જે બાદ તેમાંથી પ્લાઝ્માને વૈજ્ઞાનિક પ્રક્રિયા થકી અલગ કરી તેનું સૌ પ્રથમ કોવિડ-19 નેગેટિવ થયાના 28 દિવસ બાદ તે દાતાનું anti body titre, CBC, total protein વગેરે પરીક્ષણ કરવામાં આવે છે.

પ્લાઝ્માને - 40 ડીપ ફ્રિજમાં સંગ્રહ કરવામાં આવે છે

HIV , HBsAg,HCV,VDRL,Malaria દાતા T.T.I Testing કરવામાં આવેલા છે. દાતાનું 450 ml લોહી લેવામાં આવે છે, ત્યાર બાદ તે લોહીને centrifugation method દ્વારા પ્લાઝ્માને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તે પ્લાઝ્માને - 40 ડીપ ફ્રિજમાં સંગ્રહ કરવામાં આવે છે. આ પ્લાઝ્માને COVID-19 કન્વેલેસેન્ટ પ્લાઝ્મા(CCP) કહેવામાં આવે છે. જયારે કોઈ દર્દીને પ્લાઝ્મા માટે ની જરૂરિયાત ઉભી થાય છે, ત્યારે તેને કન્વેલેસેન્ટ પ્લાઝ્મા -40સે વાળા ફ્રિજમાંથી કાઢીને શુદ્ધ પાણીથી ભરેલા વોટર બાથમાં THAWકરવામાં આવે છે. જેમાં 1:30થી 2:00 કલાકનો સમય લાગી શકે છે. ત્યારબાદ તે કન્વેલેસેન્ટ પ્લાઝ્માનું કોવિડના દર્દીઓના સેમ્પલ સાથે ક્રોશ મેચ કરી આપવામાં આવે છે.

કન્વેલેસેન્ટ પ્લાઝ્મા નું દાન કોણ કરી શકે.?

  • કોરોના 19 RT PCR પોઝિટિવમાંથી સજા થયેલા 18 વર્ષથી 65 વર્ષની વ્યક્તિ કરી શકે છે.
  • કોવિડ નેગેટિવ થયા પછી 28 દિવસ પૂર્ણ થયેલા વ્યક્તિ 6 મહિનાના ગાળા સુધી કરી શકે.
  • 50 કે તેની વધુ વજન ધરાવતી વ્યક્તિ ,પુરુષ કે સ્ત્રી(જે મહિલા પ્રેગનન્ટ ન હોય એબોસન કે પ્રશુતી થયેલી ના હોય તે કરી શકે છે.
  • કોવિડ વેક્સિન લીધેલી વ્યક્તિ 14 દિવસ પૂર્ણ કર્યા બાદ કરી શકે.
  • ડાયાબિટીસ કે બ્લડપ્રેશર નિયંત્રણમાં રહેતું હોય અને તેના માટે કોઈ ઓરલ દવા લેતા ના હોય તેવી વ્યક્તિ કરી શકે.

પ્લાઝ્મા દાન આપવા માટે આવશ્યક પુરાવા

  • જરૂરી પુરાવા માટે આપનું કોવિડ-19 RT PCR છેલ્લા નેગેટિવ રિપોર્ટની કોપી, ઓળખ દસ્તાવેજ તરીકે આધારકાર્ડની કોપી સાથે રાખવી આવશ્યક છે.
  • આણંદ રેડ ક્રોસ સોસાયટીમાં કન્વેલેસેન્ટ પ્લાઝ્માની જરૂરિયાતવાળા દર્દીઓ માટેનો ચાર્જ 1500 રાખ્યો છે.
  • પ્લાઝ્મા માટે દર્દીને તેના મળતા બ્લડ ગ્રુપના દાતાનું પ્લાઝ્મા મળવું આવશ્યક છે, જે કોવિડ નેગેટીવ આવે 28 દિવસનો સમય થયેલો હોવો સાથે 6 મહિનાથી ઓછા સમય સુધીમાં કરી શકે છે.

જે લોકો પ્લાઝ્મા આપવા માટે સક્ષમ છે તેમને આગળ આવું જોઈએ

મૂળ આણંદના રહેવાસી યોગેશભાઈએ જણાવ્યું હતું કે, હું માર્ચ મહિનામાં પોઝિટિવ આવ્યો હતો. જે બાદ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. મે અનુભવ્યું છે કે, કોવિડ સારવાર દરમિયાન કેવો અનુભવ થાય છે, માટે જરૂરીયાતવાળા દર્દીઓને મદદરૂપ બનવા આજે પ્લાઝ્મા ડોનેટ કરવા આવ્યો છું. જે લોકો પ્લાઝ્મા આપવા માટે સક્ષમ છે તેમને આગળ આવું જોઈએ જેથી દર્દીઓને જરૂરી મદદ કરી શકાય.

સમાજમાં જાગૃત વર્ગે લોકોને પ્લાઝ્મા દાન કરવા આગળ આવવા પ્રોત્સાહન આપવું જોઇએ

સમાજમાં રક્તદાન અને પ્લાઝ્મા દાન માટે જાગૃતિ લાવવાનું સામાજિક કાર્ય કરતા અને 150થી વધારે વાર રક્તદાન કરી ચૂકેલા જગદીશ હારિયાનીએ જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓને પ્લાઝ્મા ઉપયોગી સાબિત થઈ રહ્યું છે, માટે સમાજમાં જાગૃત વર્ગે લોકોને પ્લાઝ્મા દાન કરવા આગળ આવવા પ્રોત્સાહન આપવું જોઇએ. જેથી દર્દીઓને યોગ્ય મદદ મળી રહે.

આ પણ વાંચોઃકોરોના દર્દીને પ્લાઝ્મા ડોનેટ વધુ થાય તે માટે રેડ ક્રોસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન

પ્લાઝ્મા સામાન્ય રીતે લોહીનો એક ભાગ છે

ડોક્ટર અશોક જૈને જણાવ્યું હતું કે, પ્લાઝ્મા સામાન્ય રીતે લોહીનો એક ભાગ છે, જે કોરોનાના કેસમાં જે દર્દી કોરોના થયા બાદ સ્વસ્થ બન્યો હોય અને તેને 14થી 28 દિવસ થઈ ગયા હોય તે પ્લાઝ્મા દાતા બની શકે. પ્લાઝ્માનું મહત્વ એ છે કે, તેમાં એન્ટીબોડી રહેલું હોય છે. જે કોવિડના પોઝિટિવ દર્દીઓને આપવામાં આવે તો તે દર્દીને રિકવર કરવામાં મદદરૂપ બની શકે છે.

ABOUT THE AUTHOR

...view details