આણંદ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિનુભાઇ ઠાકોરે શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી ભારતીય એરફોર્સ દ્વારા જે એર સ્ટ્રાઈક કરવામાં આવી તેનું ભારતીય સૈનિકોને અભિનંદન પાઠવી તેમની બહાદુરીની પ્રશંસા કરી હતી. 61 વર્ષ બાદ ગુજરાતની ભૂમિ પર કોંગ્રેસ વર્કિંગ કમિટી આગામી 28 ફેબ્રુઆરીના રોજ અડાલજ મુકામે યોજાવા જઈ રહી છે. આયોજિત જન સંકલ્પ રેલીની માહિતી આપતાં ઠાકોરે કહ્યું હતું કે, જન સંકલ્પ રેલીમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ તથા પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહેશે.
CWC અંતર્ગત આણંદમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન
આણંદઃ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિનુભાઇ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સનુ સંબોધન કરતા જણાવ્યું હતું કે, CWC ( કોંગ્રેસ વર્કિંગ કમિટિ) જે ગાંધી-સરદારની ભૂમિ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે, જે સભામાં અનેક લોકો હાજરી આપવા આવાના છે ત્યારે આણંદ જિલ્લામાંથી પણ 35 થી 40 હજાર કાર્યકરો જોડાય તેવી તેમણે શક્યતા દર્શાવી છે.
વધુમાં તેમણે કહ્યું કે, આ સભાને લઈ આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વયંભૂ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગભગ જિલ્લામાંથી 35 થી 40 હજાર કાર્યકરોએ પોતાના નામની નોંધણી કરાવી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો વિજય નિશ્ચિત છે તેમ જણાવી વિનુભાઈ ઠાકોરે કહ્યું હતું કે, જે પ્રમાણે કાર્યકરો અને આગેવાનોએ ઉત્સાહથી 28 ફેબ્રુઆરીની રેલીમાં સામેલ થવા માટે નામ નોંધણી કરાવી છે તે જોતા લાગે છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી જંગી બહુમતીથી વિજેતા થશે.