- આણંદમાં શુક્રવારે સવારે પડ્યો ભારે વરસાદ
- વરસાદે તંત્રની પોલ કરી છતી
- જિલ્લા પોલીસ વડાની કચેરીની ચારો તરફ ભરાયા વરસાદી પાણી
આણંદ: શુક્રવારે વહેલી સવારે જિલ્લાના વડા મથક આણંદ શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો. બે કલાકના ટૂંકા સમયગાળામાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરમાં ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાઈ હતી. જેણે ફક્ત બે કલાકમાં જ તંત્રની પોલ છતી કરી દીધી હતી. જિલ્લાના પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
આણંદમાં ભારે વરસાદથી એસપી ઓફિસના કેમ્પસમાં પાણી ભરાયા હતા આ પણ વાંચો : સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 7 ઈંચ વરસાદ, ઘર અને ગરનાળામાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા
આણંદના કલેક્ટર, SPના નિવાસસ્થાને ભરાયા વરસાદી પાણી
આણંદમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હોવાની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના નિવાસ સ્થાન પણ બાકાત રહ્યા નથી. જિલ્લા પોલીસ વડાની કચેરીના કમ્પાઉન્ડમાં કેડ સમાં પાણી ભરાયા હતા. જેમાં જિલ્લાના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સાંભળતા કર્મચારીઓને કચેરી પહોંચવા માટે પાણીમાંથી પસાર થવા ફરજ પડી હતી.
SP ઓફિસના કેમ્પસમાં ભરાયા પાણી આ પણ વાંચો : વલસાડ જિલ્લામાં અડધાથી 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો, નારગોલમાં આંગણવાડીનું છાપરું તૂટ્યું
પાણીનો ત્વરિત નિકાલ કરવા માટે નગરપાલિકા તંત્રએ ભાગદોડ શરૂ કરી
જિલ્લાના મુખ્ય વહીવટી અને ફોજદારી અધિકારીઓના નિવાસસ્થાને અને કચેરી ખાતે આ પ્રકારની સ્થિતિ થતા નગરપાલિકા તંત્રની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ ગઈ હતી. ખાસ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ કરવા માટે નગરપાલિકા તંત્રએ ભાગદોડ શરૂ કરી હતી.
SP ઓફિસના કેમ્પસમાં ભરાયા પાણી