આણંદ જિલ્લામાં વરસાદી ઝાપટાછ સ્થાનિકો માટે ગરમીમાં રાહત, ખેડૂતો માટે આફત - આણંદ જિલ્લામાં ગરમીનો પારો 40 ડીગ્રી
ઘણા સમયથી આણંદ જિલ્લામાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર રહેતો હતો. જેથી ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠેલી પ્રજાએ વરસાદ આવતા રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ અચાનક વાતાવરણમાં આવેલા બદલાવ અને વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

આણંદઃ શુક્રવાર મોડી રાત્રે જિલ્લાના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે સ્થાનિકોમાં રાહત અને ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આણંદ જિલ્લાના બોરસદ, તારાપુર, ખંભાત અને સોજીત્રા તાલુકાના ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી ઘણા સમયથી ભારે ગરમી અને ઉકળાટમાં જીવતા નાગરિકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. ઘણા લાંબા સમયથી સતત ચરોતરમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધુ રહ્યો હતો. જેમાં અચાનક વાતાવરણમાં આવેલા બદલાવ અને ત્યારબાદ પવન સાથેના વરસાદે લોકડાઉન વચ્ચે નાગરિકોમાં ઠંડકની લહેર પ્રસરાવી દીધી હતી.