ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ

આણંદ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ચાલુ વર્ષે વરસાદનું આગમન જૂલાઇ માસની શરૂઆતમાં જ નોંધાય ગયું હતું. જેમાં ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ કરી દીધી હતી.

આણંદમાં ધોધમાર વરસાદ ખેડૂતોમાં આનંદનો માહોલ
આણંદમાં ધોધમાર વરસાદ ખેડૂતોમાં આનંદનો માહોલ

By

Published : Jul 30, 2020, 4:44 PM IST

આણંદ: જિલ્લામાં ખેડૂતોએ વરસાદ વહેલાઓ આવતા વાવણી તો કરી દીધી હતી, પરંતુ બાદમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો. ખેતરોમાં વાવણી કરાયેલા પાક પાણી ન મળતા સૂકાઈ રહ્યો હતો. જેને કારણે જગતનો તાત મુંઝવણમાં મૂકાયો હતો.

આણંદમાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ
મહત્વનું છે કે, આજે ગુરુવારે અચાનક ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા નાગરિકોએ પણ ગરમી અને બફારાથી રાહતનો શ્વાસ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details