આણંદ: આ વર્ષે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના છેવાડે આવેલ તારાપુર અને ખંભાત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીની યોગ્ય નિકાલની સુવિધા ન હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
આણંદના તારાપુર તાલુકામાં ધોધમાર વરસાદ, રોડ પર પાણી ભરાયા - વરસાદી પાણી ભરાયા
સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ છવાયો છે. આ વર્ષે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં પણ છેલ્લા બે દિવસમાં તારાપુર અને ખંભાત વિસ્તારમાં ભારે વરસાદ પડતાં ગ્રામ્ય વિસ્તારો તથા સીમ વિસ્તારમાં પાણી ભરાઇ જવાની ઘટનાઓ બની હતી.
આણંદના
આણંદ જિલ્લામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ સોજીત્રાથી તારાપુરથી સૌરાષ્ટ્ર તરફ આગળ વધે છે. જે માર્ગ પર અતિશય વાહનોની અવરજવર રહે છે, પરંતુ તારાપુર પંથકમાં થયેલા બે દિવસના ભારે વરસાદે તંત્રને આ રોડ બંધ કરવા માટે મજબૂર કર્યા હતા. વરસાદના ભરાઈ ગયેલા પાણીમાંથી પસાર થતાં નાગરિકો પોતાના જીવના જોખમે ગોઠણ સમા પાણીમાંથી સાધન લઈ જતા નજરે પડ્યા હતા, જે વરસાદમાં બિસમાર બનેલા રોડ પર અકસ્માતનો ભોગ બને તેવા દ્રશ્યો સર્જાય હતા.