બોરસદઃ આણંદ જિલ્લાના બોરસદમાં (Borsad Anand District) ગુરૂવારે બપોર બાદ 6 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ (Heavy Rainfall in Anand) થતા ગામમાં જળનું સામ્રાજ્ય ઊભું થયું હોય એવું ચિત્ર જોવા(Water Logged in House) મળ્યું છે. લોકોના ઘરમાં પાણી ઘુસી જવાને કારણે સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. જ્યારે એક વ્યક્તિનું તળાવમાં પડી જવાને કારણે મૃત્યું (a person died due to sink) થયું છે. આ વ્યક્તિ પશુઓ માટે ઘાસચારો લેવા ગયો હતો. જ્યાંથી પરત આવતી વખતે એનો પગ લપસી જતા એ તળાવમાં પડ્યો હતો.
સ્થળ ત્યાં જળ: 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર આ પણ વાંચોઃ આદિજાતી અને આરોગ્ય પ્રધાનની માનવતાભરી કામગીરીને લોકોએ બિરદાવી
બોરસદ બેહાલઃગુરૂવારે મધ્યરાત્રી થીશરૂ થયેલ ભારે વરસાદ એ બોરસદમાં મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. છ કલાકના ગાળામાં 12 ઇંચ જેટલો વરસાદ પડવાથી અનેક એવા વિસ્તારો ટાપુમાં ફેરવાઈ ગયા હતા. આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારો તથા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે. 12 ઈંચ જેટલા વરસાદને કારણે તંત્રની પ્રિ મોન્સુન કામગીરી પર પાણીમાં ફરી વળ્યું હતું. બોરસદની વન તળાવ સહિત અનેક એવી સોસાયટીઓમાં ગોઠણ અને કેળ સમા પાણી ભરાઈ જતા જાણે નદીમાંથી પસાર થતા હોય એવી સ્થિતિ સામે આવી હતી.
સ્થળ ત્યાં જળ: 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર પાણી..પાણીઃ બોરસદના સ્થાનિકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. બોરસદથી નજીક આવેલા કંસારી ગામમાંથી પસાર થતા વરસાદી પાણીના કાંસમાં માછલીઓ પકડવાના ઉદ્દેશ્યથી મૂકેલી લોખંડની જાળી આ સમગ્ર બનાવમાં કારણભૂત હોય તેવી માહિતી બહાર આવી હતી. બોરસદ નગરપાલિકા તંત્ર મામલતદાર તથા SDM સહિતના અધિકારીઓએ લોખંડની જાળી દૂર કરવા આદેશ કર્યા હતા. એકએક પાણી ભરાઈ જતા તંત્ર યુદ્ધના ધોરણે દોડતું થઈ ગયું હતું. ખેડૂત સંજયભાઈ ખેતરમાં પોતાના પશુઓ માટે જ્યારે ચારો લેવા જઈ રહ્યા હતા ત્યારે તેનો પગ લપસતા તે વરસાદી પાણીના વહેણમાં ફસાઈ ગયા હતા.
સ્થળ ત્યાં જળ: 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર આ પણ વાંચોઃ AMC પાસે મેયર કિરિટ પરમારે રથનું સ્વાગત કર્યું,કહ્યું તંત્રએ આ સુવિધાઓ ઊભી કરી
આણંદ ફાયરની મદદ લેવાઈઃબહાર કાઢવા માટે તંત્ર દ્વારા આણંદ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી મૃતકને બહાર કાઢી તેને પોસ્ટમટમ કરવાની કામગીરી કરાઈ છે. સમગ્ર બનાવવાની ગંભીરતાને ધ્યાને લઈને આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઇ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલામાં રાહતની કામગીરી દરેક વ્યક્તિ સુધી પહોંચે તે પ્રકારે તંત્રને કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા.