ગુજરાત

gujarat

ETV Bharat / state

અમૂલે રજૂ કર્યા આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ, જાણો શું છે ખાસિયત

દુનિયા જ્યારે કોવિડ-19 મહામારીનો સામનો કરી રહી છે, ત્યારે અમૂલ ડેરી દ્વારા તેની પ્રોડક્ટ થકી લોકોને આ મહામારીમાંથી ઉગારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકો આયુર્વેદની સહાયથી અને ખાસ કરીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને રોગ પ્રતિકારક શક્તિ ઉંચી રાખવાના પ્રયાસ કરી રહ્યા છે.તેનાથી કોવિડ-19ના જોખમ ઉપરાંત અન્ય રોગોના જોખમ માં ઘટાડો સંભવ બન્યો છે.

By

Published : Jul 31, 2020, 9:43 PM IST

અમૂલે રજૂ કર્યા આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ
અમૂલે રજૂ કર્યા આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ

આણંદ: દેશભરના ગ્રાહકોને રેડી ટુ ડ્રીન્ક વિકલ્પો પૂરા પાડવા માટે અમૂલે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા પીણાની રેન્જ તરીકે અમૂલ હલ્દી દૂધ, અમૂલ તુલસી દૂધ, અમૂલ જીંજર દૂધ અને અમૂલ અશ્વગંધા દૂધ રજૂ કર્યા છે. આ ઉપરાંત ગ્રાહકોને વધુ આનંદ મળે તે હેતુથી અમૂલની ઈમ્યુનિટી બુસ્ટર રેન્જને આઈસક્રીમ કેટેગરીમાં પણ વિસ્તારવામાં આવી છે. અમૂલે સૌ પ્રથમ વખત હળદર, મરી મધ તથા ખજૂરના ગુણ ધરાવતો હલ્દી આઈસ ક્રીમ રજૂ કર્યો છે, જેમાં ખજૂર, બદામ અને કાજુ પણ પુષ્કળ પ્રમાણમાં હશે.આ ઘટકોનો સમન્વય થતાં એક જ કપમાં આરોગ્ય અને સ્વાદ પ્રાપ્ત થશે.

અમૂલે રજૂ કર્યા આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ
હળદર તેના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણધર્મો માટે જાણીતી છે. સદીઓથી આયુર્વેદ જેવી પરંપરાગત પધ્ધતિઓ દ્વારા હળદરનો તંદુરસ્તી વધારવા માટે તાજા અને સૂકા મસાલા પાવડર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હળદર એ વ્યાપકપણે સંશોધન કરાયેલો મસાલો છે અને રસોઈમાં તેનો પૂરક આહાર તરીકે તથા સૌંદર્યના હેતુથી પણ ઉપયોગ કરવામાં આવે છે. મરી એ બીજો એક એવો મસાલો છે કે જે ભારતના ઘર ઘરમાં જાણીતો છે અને તેનાથી શ્વાસોશ્વાસના રોગોની સારવાર થાય છે, તથા પાચન માટે પણ તે સારો લાભદાયી ગણાય છે. મધમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે કફને ઓછો કરે છે. ખજૂર, બદામ અને કાજુ જેવા સૂકા મેવા આ સમગ્ર અનુભવને ખૂબ જ તંદુરસ્ત, આરોગ્યવર્ધક અને તહેવારોની સિઝનમાં માણવા લાયક બનાવે છે.
અમૂલે રજૂ કર્યા આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ
હલ્દી આઈસક્રીમમાં આ તમામ ઔષધીય તત્વોનો આનંદપ્રદ સમન્વય કરવામાં આવ્યો અને તેમાં ભરપૂર આઈસક્રીમ પણ છે. આ પ્રોડક્ટ છેડછાડ થઈ શકે નહીં તેવા સુરક્ષિત આવરણ ધરાવતા 125 એમએલના કપ પેકીંગમાં ઉપલબ્ધ કરવામાં આવશે.
અમૂલે રજૂ કર્યા આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ
હલ્દી આઈસક્રીમને ઉત્તર અને પશ્ચિમ ભારતના દૈનિક 5,00,000 પેકની ક્ષમતા ધરાવતા અદ્યતન ઉત્પાદન એકમમાં પેક કરવામાં આવ્યો છે. આ રેન્જને આગળ ધપાવવા માટે અમૂલ હળદર, આદુ અને તુલસીનો સમન્વય ધરાવતો સ્વાદિષ્ટ ટ્રાય-કલર આઈસક્રીમ“ઈમ્યુનો ચક્ર આઈસક્રીમ”ની 60 એમએલની સ્ટીક ટૂંક સમયમાં બાજરમાં મુકવામાં આવશે. તે ઉપરાંત અમૂલ દ્વારા 200 એમએલના કેનમાં સ્ટાર અનીસ દૂધ પણ રજૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details