ગુજરાત

gujarat

ETV Bharat / state

મેદસ્વિતા મોટો પડકાર, અખતરા છોડી લો યોગ્ય ઉપચાર - news in Anand

આણંદ: આજે વિશ્વ મેદસ્વિતા દિવસ છે, જે મેદસ્વિતા અને તેની સાથે સંકળાયેલી અનેક આરોગ્યલક્ષી સમસ્યા તરફ જાગૃતિ લાવવા માટેની એક પહેલ છે. WHO એ મેદસ્વિતાને આરોગ્ય માટે ખૂબ જ જોખમી ગણાવી છે ત્યારે વર્ષ 2015થી તેના પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ મેદસ્વિતા દિવસ ઉજવવાની પરંપરા શરૂ થઇ. ત્યારે આજે આપણે જાણીએ મેદસ્વિતા અંગેની હકિકત, કારણો અને ઉપાયો વિશે...

world obesity day

By

Published : Oct 11, 2019, 3:08 PM IST

'નાની ઉમર, જાડી કમર' આ મેદસ્વિતા માત્ર કોસ્મેટિક પ્રોબ્લેમ નથી. આપણે પોતાના ફીગર અથવા ફીઝીક માટે ખૂબ જ સતર્ક હોઇએ છીએ અને તેને મેઇનટેઇન કરવા અનેક ગતકડાં પણ કરીએ છીએ. તેમ છતાં મેદસ્વીતા જલ્દી પીછો છોડતી નથી. આમ તો વજન વધવા પાછળ ઘણા કારણો હોય છે. ખાણી-પીણીની બાબતમાં આપણી આસપાસ એક ઝેરી વાતાવરણ ઊભું થયું છે, તેનાથી આપણને કેલરી સંકેન્દ્રિત અને જરૂરિયાત કરતાં વધારે કેલરીવાળો ખોરાક ખાવાની અને બેઠાડું જીવન જીવવાની આદત પડી ગઈ છે. આ ઉપરાંત આધુનિક જીવનના તણાવથી ઉત્પન્ન થતાં હોર્મોન્સ વધારે ભૂખ લગાડે છે.

મેદસ્વિતા મોટો પડકાર, અખતરા છોડી લો યોગ્ય ઉપચાર

દર્દીનું બોડી માસ ઇન્ડેક્સ (BMI) એટલે કે તેની ઊંચાઈના પ્રમાણમાં કેટલું વજન છે તેના પરથી સારવાર નક્કી થાય છે. સામાન્ય રીતે જો વ્યક્તિનો BMI 18 થી 20 હોય તો તે અંડરવેઇટ કહેવાય છે. 23થી વધુ હોય તો તે ઓવરવેઇટ છે, જ્યારે ઓબેસિટીથી પીડાતી વ્યક્તિનું વજન BMI 30 થી વધુ હોય છે, 35થી વધુ વજન મોર્બિડ ઓબેસિટી અને ૪૦થી વધારે વજન હોય તો તે સુપર ઓબેસ કહેવાય છે.જેના કારણે અનેક અન્ય રોગો ઘર કરી જાય છે અને સામાન્ય જીવન જીવવામાં સમસ્યા સર્જાઇ છે.

સામાન્ય વજન વધારે હોય પરંતુ જો ઓબેસિટીની લિમીટ સુધી હોય, તો આહાર અને જીવનશૈલી કે વ્યાયામથી ફાયદો થવાની સંભાવના છે પરંતુ જો વજન વધતુ જાય અને વ્યક્તિ મોરર્બિડ કે સુપર ઓબેસની સ્થિતિમાં જાય ત્યારે ડૉક્ટરના માર્ગદર્શન અનુસાર બેરિયાટ્રીક સર્જરી આશીર્વાદરૂપ નીવડે છે.

ભારતમાં કુપોષણની સાથે મેદસ્વિતા પણ એક સમસ્યા તરીકે ઉભરી રહી છે. આદર્શ વજન કરતા 20 ટકા કે તેથી વધારે વજન વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જોખમી છે. 2014માં જાહેર થયેલા WHOના આંકડા અનુસાર દુનિયામાં 60 કરોડ કરતાં વધારે લોકો મેદસ્વિતાનો શિકાર છે. હાલની સ્થિતીમાં ગુજરાતમાં આંદાજે 75 લાખ લોકો સ્થૂળતાનો ભોગ છે.

ડેન્માર્ક અને હંગેરીમાં 2001માં ફેટ ટેક્સ લગાવવામાં આવ્યો હતો જે બાદમાં હટાવી લેવાયો હતો. ઇંગ્લેન્ડે સોફ્ટ ડ્રિંક્સ પર શુગર ટેક્સ લગાવ્યો હતો. મેક્સિકો સરકાર 16 વર્ષથી મેદસ્વિતા ઓછી કરવા માટે યોજનાઓ ચલાવી રહી છે. મલેશિયાની શાળાઓમાં બાળકોના રિર્પોટ કાર્ડમાં મેદસ્વિતા અંગે પણ લખવામાં આવે છે. જ્યારે ભારતમાં પણ હવે આ ખતરાની દસ્તક દેવાઇ ગઇ છે ત્યારે જરૂરી છે કે આપણે પણ આ જોખમ સામે સતર્ક થઇએ અને તેની સામેની લડતમાં જાગૃકતા લાવીએ.

ABOUT THE AUTHOR

...view details