ગુજરાત

gujarat

By

Published : Sep 4, 2020, 2:26 PM IST

ETV Bharat / state

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આણંદની મુલાકાતે, અમૂલ અને GCMMF ની લેશે મુલાકાત

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી શુક્રવારે આણંદ શહેરના મહેમાન બન્યા છે. રાજ્યપાલ દ્વારા વિશ્વવિખ્યાત ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની મુલાકાત લઇ સાથે જ સહકારી ક્ષેત્રે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતી અમૂલ ડેરીની મુલાકાત કરશે.

અમૂલ ડેરી
અમૂલ ડેરી

આણંદ: ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજ રોજ આણંદ શહેરના મહેમાન બન્યા છે. રાજ્યપાલ દ્વારા વિશ્વવિખ્યાત ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની મુલાકાત લઇ સાથે જ સહકારી ક્ષેત્રે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતી અમૂલ ડેરીની મુલાકાત કરશે.

અમૂલ ડેરી
રાજ્યપાલ દેવવ્રતજી શુક્રવારે બપોરે 12:40 કલાકે આણંદ આવી પહોંચ્યા હતા. જે પહેલા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ(GCMMF ) ની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં મુલાકાત કરી તેઓ વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીની મુલાકાત લઇ દૂધ અને તેની બનાવતોની ઉત્પાદન પ્રણાલીનું અવલોકન કરશે. આ સાથે જ વિશ્વ સ્તરીય પ્રચલિત થયેલા અમૂલ મોડલ વિશે જાણકારી મેળવી સહકારી ક્ષેત્રે અદ્વિતીય મુકામ હાસિલ કરેલી અમૂલના આધુનિક પ્લાન્ટની મુલાકાત કરશે.
અમૂલ ડેરી
પ્રાપ્ત માહિતી મુજબ ત્યારબાદ હાલ માજ કાર્યરત થયેલા એશિયાની સૌથી મોટી ફૂડ ફેકટરી અમૂલ ચોકલેટ પ્લાન્ટ મોગરની મુલાકાત કરી ત્યાંથી ખંભોળજ મુકામે આવેલા અતિ આધુનિક ચંદ્રમૌલિ ડેરી ફાર્મની મુલાકાત કરશે. જ્યાં પશુપાલન ક્ષેત્રે આવેલી નવી ટેકનોલોજી થકી પશુપાલન કેવી રીતે કરવામાં આવે છે તેનું અવલોકન કરશે. ત્યાર બાદ અમૂલ ડેરી સાથે સંકળાયેલી 1200 થી વધુ સહકારી મંડળીઓમાંથી એક બેડવા મુકામે આવેલી બેડવા સહકારી દૂધ મંડળીની મુલાકાત કરી દૂધ ઉત્પાદકો અને પશુપાલકો ની વાસ્તવિક પરિસ્થિતિનું અવલોકન કરશે. આ માહિતી આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે.
અમૂલ ડેરી
ઉલ્લેખનીય છે કે, દેશમાં જ્યારે રાષ્ટ્રિય શોક ચાલી રહ્યો છે. તે વચ્ચે રાજ્યપાલના આણંદ અમુલ ડેરી અને ડેરી ક્ષેત્ર સાથે સંકડાયેલી સંસ્થાઓની મુલાકાતનું કોઈજ કવરેજ કે પ્રસારણ કરવામાં આવી નથી રહ્યું. નોંધવું રહ્યું કે આચાર્ય દેવવ્રતજી જે પ્રમાણે ખેડૂતો અને પશુપાલનના ક્ષેત્રે પ્રગતિ માટે સકારાત્મક પ્રયત્નો કરી રહ્યા છે, સાથે જ પ્રકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાન પૂરું પાડી રહ્યા છે, તે જોતા રાજ્યપાલની અમૂલ ડેરી, ચંદ્રમૌલિ ડેરી ફાર્મ અને બેડવા સહકારી દૂધ ઉત્પાદન મંડળીની મુલાકાત ડેરી અને પશુપાલન વ્યવસાયને ગુજરાતમાં નવી ઉંચાઈએ લઇ જશે તેવી શકયતાઓ રહેલી છે.
અમૂલ ડેરી

ABOUT THE AUTHOR

...view details