ગુજરાત

gujarat

ETV Bharat / state

પેટલાદ બેઠક પર ભાજપ મોકે પે ચોકા મારવાની તૈયારીમાં, આણંદમાં 7માંથી 6 જ ઉમેદવારના નામ કર્યા જાહેર - Niranjan Patel Congress Leader

વિધાનસભા ચૂંટણી માટે (Gujarat Assembly Elections 2022) આણંદ જિલ્લામાં ભાજપે વ્યૂહાત્મક ગણતરી સાથે 2 બેઠકોના સિટીંગ ધારાસભ્યોને રિપીટ કર્યા છે. સાથે જ ત્રણ બેઠકો પર ગત ચૂંટણીના ઉમેદવારોને (Anand Assmbly Seats Candidate declared) જ પુન જંગના મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આંકલાવ બેઠક માટે ગત ચૂંટણીના ભાજપી ઉમેદવાર હંસાકુંવરબા રાજનાં બદલે આ વખતે ક્ષત્રિય ઉમેદવાર તરીકે ગુલાબસિંહ પઢિયારને ભાજપે ટિકીટ ફાળવી છે. જોકે, પેટલાદ બેઠક પર હજી પણ ભાજપનું કોકડું ગૂંચવાયેલું છે.

પેટલાદ બેઠક પર ભાજપ મોકે પે ચોકા મારવાની તૈયારીમાં, આણંદમાં 7માંથી 6 જ ઉમેદવારના નામ કર્યા જાહેર
પેટલાદ બેઠક પર ભાજપ મોકે પે ચોકા મારવાની તૈયારીમાં, આણંદમાં 7માંથી 6 જ ઉમેદવારના નામ કર્યા જાહેર

By

Published : Nov 11, 2022, 11:24 AM IST

આણંદવિધાનસભા ચૂંટણી 2022 માટે (Gujarat Assembly Elections 2022) આણંદ જિલ્લામાં ભાજપે વ્યૂહાત્મક ગણતરી સાથે 2 બેઠકોના સિટીંગ ધારાસભ્યોને રિપીટ કરવા સાથે ત્રણ બેઠકો પર ગત ચૂંટણીના ઉમેદવારોને જ પુન: જંગના મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આંકલાવ બેઠક માટે ગત ચૂંટણીના ભાજપી (Anand Assmbly Seats Candidate declared) ઉમેદવાર હંસાકુંવરબા રાજના બદલે આ વખતે ક્ષત્રિય ઉમેદવાર તરીકે ગુલાબસિંહ પઢિયારને ભાજપે ટિકીટ ફાળવી છે. બીજી તરફ જિલ્લાની પેટલાદ બેઠક પરકૉંગ્રેસના સિટીંગ ધારાસભ્ય નિરંજન પટેલને પક્ષ સામે નારાજગી હોવાની જગજાહેર થયેલી વાતને કદાચ ધ્યાને લઈને ભાજપે આ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત હાલ પૂરતી અટકાવી હોવાનું જાણવા મળે છે.

ભાજપ જાહેર કર્યા ઉમેદવાર આણંદ જિલ્લામાં ખંભાત બેઠક માટે ભાજપે ધારાસભ્ય મયુરભાઇ રાવલ (Mayur Raval Khambhat BJP Candidate) અને ઉમરેઠમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારને રિપીટ (Umreth MLA Govind Parmar) કર્યા છે. જ્યારે બોરસદમાં રમણભાઇ સોલંકી, આંકલાવમાં ગુલાબસિંહ પઢિયાર અને સોજીત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલને ત્રીજી વખત ટિકીટ ફાળવી છે. જિલ્લા ભાજપ સંગઠનમાંથી બે ટિકીટો ફાળવાઈ છે. આમાં જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલને સોજિત્રા બેઠક પરથી અને જિલ્લા મહામંત્રી રમણ સોલંકીને બોરસદ બેઠક પરથી તથા જિલ્લા કોષાધ્યક્ષ યોગેશ પટેલને આણંદ બેઠક પરથી જંગમાં ઉતાર્યા છે.

(1) યોગેશભાઈ પટેલ (2) મયૂર રાવલ (3) રમણભાઈ સોલંકી (4) ગુલાબસિંહ પઢીયાર (5) ગોવિંદ પરમાર (6) વિપુલ પટેલ

5 બેઠકો કૉંગ્રેસ પાસે છે આણંદ જિલ્લામાં કુલ 7 પૈકી ગત ચૂંટણીમાં ભાજપે 2 અને કૉંગ્રેસે 5 બેઠકો અંકે કરી હતી. આ વખતની ચૂંટણીમાં ભાજપ (Gujarat BJP) અને કૉંગ્રેસ વચ્ચે પુન: રસાકસીભર્યા જંગ સાથે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) પણ ખાસ્સો પ્રચાર-પ્રસાર ગજવ્યો છે. આથી સંભવિત ત્રિપાંખીયા જંગને ધ્યાને લઇને ભાજપે જિલ્લામાં ધારાસભ્યોને જ રીપીટ અને પેટલાદ, આંકલાવ સિવાયની બેઠક માટે ગત ચૂંટણીના ઉમેદવારોને જ મેદાને ઉતાર્યા છે.

112 આણંદ વિધાનસભા બેઠક વિશે જાણીએઆ બેઠક પર ભાજપે યોગેશ પટેલ (બાપજી)ને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. આણંદમાં સંગઠનને મજબૂત બનાવવામાં યોગદાન આપનારા યોગેશ પટેલ(બાપજી)ને વધુ એક તક આપવામાં આવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફેથી યોગેશ પટેલે ઝૂકાવ્યું હતું, જેઓએ કૉંગ્રેસના ઉમેદવારને મજબૂત ટક્કર આપી હતી. જોકે, ગત ચૂંટણીમાં પક્ષના જ એક જૂથની કેટલીક બાબતો અને મતદાનના દિવસે કેટલાક બૂથ પર ઘટેલ ઘટનાઓની ભાજપના મતોને અસર પહોંચી હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારની 5,100ઉપરાંત મતોથી જીત થઈ હતી. આણંદ ભાજપ સંગઠનમાં છેલ્લા 11 વર્ષ ઉપરાંતથી કાર્યરત્ અને કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી સહિત સંગઠનને મજબૂત બનાવવામાં આપેલા યોગદાનને ધ્યાને લઇને, તેઓ બમણી મહેનત સાથે આણંદ બેઠક પર જીત મેળવશે તેવા ભરોસા સાથે ભાજપે તેઓને પુન: ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

108 ખંભાત વિધાનસભા બેઠક વિશે જાણીએઆ બેઠક પર ભાજપે મયૂર રાવલને (Mayur Raval Khambhat BJP Candidate) ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. ખંભાત વિસ્તારમાં મતદારો સાથેના સંકલનના કારણે મયૂર રાવલને (Mayur Raval Khambhat BJP Candidate) રિપીટ કરાયા છે. ગત ચૂંટણીમાં ખંભાત બેઠક પરથી 2,300 ઉપરાંત મતોથી જીત મેળવનારા ભાજપના ધારાસભ્ય મયુરભાઇ રાવલની કાર્યશૈલી અને મતદારો સાથેના સાતત્યને ધ્યાને લઇને આ વખતે પક્ષે તેઓને ઉમેદવાર તરીકે રિપીટ કર્યા છે. જોકે, છેલ્લા 25 વર્ષ ઉપરાંતના સમયથી ખંભાત બેઠક ભાજપનો ગઢ ગણાય છે. આથી પક્ષે સાંપ્રત પરિબળોને ધ્યાને લઇને મયુરભાઇને ટિકીટ ફાળવતા સમર્થકો-કાર્યકરો અને ખંભાત તાલુકા ભાજપે આનંદ વ્યકત કર્યો હતો.

109 બોરસદ વિધાનસભા બેઠક વિશે જાણીએઆ બેઠક પર ભાજપે રમણ સોલંકીને ઉમેદવાર (Raman Solanki BJP Candidate) તરીકે મેદાને ઉતાર્યા છે. બોરસદ બેઠક પર છેલ્લી 2 ચૂંટણીઓમાં સરસાઇમાં નોંધપાત્ર ઘટાડો લાવનારા રમણ સોલંકી વધુ એકવાર ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. બોરસદ વિધાનસભાને કૉંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે, જેના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર અગાઉના વર્ષોમાં મોટી લીડ સાથે જીત મેળવતા રહ્યા છે. વર્ષ 2012માં તેઓ 21,034 અને 2017માં 11,468ની લીડ સાથે જીત્યા હતા. લીડમાં નોંધપાત્ર ઘટાડો લાવવામાં ભાજપના ઉમેદવાર રમણ સોલંકીનું સબળ પાસું રહ્યું છે. જેમાં છેલ્લા ચારેક ટર્મની ચૂંટણીમાં કૉંગ્રેસની જીતની સરસાઇમાં સતત ઘટાડો લાવવામાં સક્રિયતાથી જહેમત કરનાર ક્ષત્રિય સમાજમાં મોખરાનું નામ ધરાવતા રમણ સોલંકીને વધુ એક વાર ભાજપે ટિકીટ ફાળવી છે.જંત્રાલના રમણભાઇ હાલ જિલ્લા ભાજપ મહામંત્રીપદે કાર્યરત છે.

110 આંકલાવ વિધાનસભા બેઠક વિશે જાણીએઆ બેઠક પર ભાજપે ગુલાબસિંહ પઢિયાર (Gulabsinh Padhiyar BJP Candidate) ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. આંકલાવમાં કૉંગ્રેસની વધુ સરસાઇની સતત જીત સામે ભાજપે યુવા ક્ષત્રિય ચહેરા તરીકે ગુલાબસિંહ પિંઢયારને ટિકીટ ફાળવી છે. આણંદ જિલ્લાની 7 પૈકીની બોરસદ અને આંકલાવ વિધાનસભા બેઠક કૉંગ્રેસના ગઢ તરીકે ઓળખાય છે. તેમાંયે આંકલાવ બેઠક પર જીતની સરસાઇ વધુ હોય છે. ગત વખતે આ બેઠક માટે ભાજપે મહિલા ઉમેદવારને જંગમાં ઉતાર્યા હતા, પરંતુ આ વખતે ક્ષત્રિય મતદારોના વર્ચસ્વ સહિતની બાબતોની ગણતરી સાથે ક્ષત્રિય સમાજમાં આગવી ઓળખ ધરાવતા ગુલાબસિંહ પઢિયારને મેદાને ઉતાર્યા છે.

111 ઉમરેઠ વિધાનસભા બેઠકઆ બેઠક પર ભાજપે ગોવિંદ પરમારને ઉમેદવાર (Govind Parmar BJP candidate) તરીકે મેદાને ઉતાર્યા છે. ઉમરેઠ બેઠકમાં કૉંગ્રેસને મજબૂત ટક્કર આપનારા ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારને પુન:ટિકીટ ફાળવી છે. ઉમરેઠ બેઠક માટે ગત ચૂંટણી ત્રિપાંખીયા જંગ સમાન બની હતી, જેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારે 66,0000 ઉપરાંત, એનસીપીના ઉમેદવારે 35,000 ઉપરાંત મત મેળવ્યા હતા. કૉંગ્રેસ તરફી કસોકસ મતદાન વચ્ચે ભાજપના ગોવિંદભાઇ પરમાર 1800 ઉપરાંત વધુ મતોની લીડ મેળવીને વિજયી બન્યા હતા. આ વખતે એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનના કોઇ અણસાર હજી સુધી સ્પષ્ટ બન્યા નથી. આથી ગત ટર્મના વિજેતા ઉમેદવારને ભાજપે પુન: ટિકીટ ફાળવી છે.

114 સોજિત્રા વિધાનસભા બેઠકઆ બેઠક પર ભાજપે વિપુલ પટેલ ઉમેદવાર (Vipul Patel BJP candidate) તરીકે મેદાને ઉતાર્યા છે. સોજિત્રા બેઠક પર છેલ્લી 2 ચૂંટણીઓમાં પાતળી સરસાઇથી હાર્યા હતા. કૉંગ્રેસની જીત સામે વિપુલ પટેલને વધુ એક તક ગત ચૂંટણીમાં નોટામાં પડેલા 3,112 મત નિર્ણાયક બન્યા હતા. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલને સોજિત્રા વિધાનસભાના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. અગાઉની 2 વિધાનસભા ચૂંટણીમાં તેઓએ આ બેઠક પાતળી સરસાઇથી ગૂમાવી હતી. જોકે, જિલ્લા પ્રમુખ સહિત વિધાનસભા વિસ્તારમાં તેમની કાર્યશૈલી અને લોકસંપર્ક સહિતની બાબતોને ધ્યાને લઇને ભાજપે પુન: તેમનામાં વિશ્વાસ મૂકીને સોજીત્રા બેઠક પર રિપીટ કર્યા છે.

7 પૈકી જાહેર 6 બેઠકોમાં એકપણ મહિલા ઉમેદવારને ભાજપે ટિકીટ ન ફાળવીપેટલાદ બેઠક પરથી પટેલ મહિલા ઉમેદવારને ટિકીટ અપાય તેવી સંભાવના છે. જો ભરતસિંહ સોલંકી ઉમેદવારી કરે તો તેઓ સામે રેશ્માબેન પટેલને ચૂંટણી પ્રચારમાં ઉતારવાની ભાજપની વ્યૂહરચના હોઈ શકે છે. દરેક જિલ્લામાં મોટા ભાગે ઉમેદવારો જાહેર કરવામાં જાતિ સમીકરણ સાથે મહિલા ઉમેદવારને ટિકીટ ફાળવવામાં આવે છે. આણંદ જિલ્લામાં પણ વિધાનસભાની ચૂંટણીઓમાં અગાઉના વર્ષોમાં ભાજપે મહિલા ઉમેદવારને જંગમાં ઉતાર્યા હતા, જેમાં વર્ષ 2002માં બોરસદ બેઠક પરથી બૈરાજબેન ભૈરવસિંહ રાજ, 2007માં આણંદ બેઠક પરથી જયોત્સનાબેન પટેલ, 2012માં બોરસદ બેઠક માટે નયનાબેન સોલંકી અને વર્ષ 2017માં આંકલાવ બેઠક માટે હંસાકુંવરબા રાજને ટિકીટ ફાળવી હતી.

આ 4 બેઠક પર ભાજપ ક્યારેય મહિલાને ટિકીટ નથી આપતું જોકે, પેટલાદ, ખંભાત, ઉમરેઠ અને સોજિત્રા બેઠક પરથી આજદિન સુધી ભાજપે એક પણ મહિલાને ટિકીટ ફાળવી નથી, પરંતુ આ વખતે ભાજપ મહિલાને ટિકીટ ફાળવવાનો રેકોર્ડ તોડે તેવી શક્યતા છે, જેમાં કૉંગ્રેસનો ગઢ મનાતી પેટલાદ બેઠક પર નિરંજનભાઇનો વર્ષોથી દબદબો રહ્યો છે. આ બેઠક પર ભરતસિંહ સોલંકી પોતાની જ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તેના ભાગરુપે પક્ષથી નારાજ નિરંજન પટેલની ભાજપ મોવડી મંડળ સાથે બેઠકો ચાલી રહી છે.

નિરંજન પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતા જો નિરંજન પટેલ (Niranjan Patel Congress Leader) પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. તો તેમને અથવા તેમના પરિવારમાંથી મહિલાને ટિકીટ ફાળવાય તેવું વર્તાઇ રહ્યું છે. સામા પક્ષે ભાજપના જ પીઢ કાર્યકરોની નારાજગી બેઠકને કેટલી અસર કરશે તેનું પણ મોવડીમંડળ વિશ્લેષણ કરી રહ્યું છે. ઉપરાંત ભરતસિંહ સોલંકી પેટલાદ બેઠક પરથી ઉમેદવારી નોંધાવે તો તેમને હરાવવા માટે ગાંધીનગરથી ખાસ વ્યૂહરચના ગોઠવાય કે, જેથી કૉંગ્રેસને મોટો ફટકો ભાજપ પાડી શકે. વધુમાં ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન પણ પૂરજોશમાં ભાજપ તરફી પ્રચાર માટે બાંયો ચડાવી રહ્યાનું પણ સાંભળવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details