આણંદરાજ્યમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત (Gujarat Assembly Election 2022) થઈ શકે તેમ છે. વર્ષના અંતમાં ચૂંટણી સંગ્રામ જામે તેવી રાજકીય પક્ષો તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યની 182 વિધાનસભા બેઠક પર ચૂંટાઈ આવેલા MLAના રિપોર્ટ કાર્ડ તૈયાર થઈ ગયા છે. તો તેમાં આજે આ વાત કરીશું આણંદ જિલ્લાની પેટલાદ વિધાનસભાની. પેટલાદને એક સમયે મિની માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. કારણ કે, અહીં ઘણી બધી કાપડની મિલો કાર્યરત્ હતી, પરંતુ સમયાંતરે પેટલાદ શહેરની (Petlad Assembly Seat) છાપ તોફાની શહેર તરીકે પ્રસ્થાપિત થતા અહીં મિલ ઉદ્યોગ પડી ભાંગ્યો છે.
પેટલાદ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફીપેટલાદ વિધાનસભા બેઠક (Petlad Assembly Seat) વર્ષોથી કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 2002માં અહીં ભાજપના ચન્દ્રકાન્ત પટેલ (સીડી પટેલ)નો (Chandrakant Patel BJP MLA) વિજય થયો હતો ત્યારબાદ આ બેઠક પુનઃ કૉંગ્રેસે પોતાના હસ્તક કરી હતી. પેટલાદ વિધાનસભા બેઠક ઉપર 5 ટર્મથી એટલે કે, 30 વર્ષથી કૉંગ્રેસ પાર્ટીનો વિજય થાય છે. આ બેઠક ઉપર ગત ચૂંટણી એટલે કે, વર્ષ 2017ની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) વાત કરીએ તો, આ બેઠક ઉપર 2,18,779 કુલ મતદારોમાંથી 1,59,089 મતદારોએ મતદાન કર્યું હતું. આ બેઠકમાં કુલ 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોધાવી હતી. તો બહુજન સમાજ પાર્ટી અને અપક્ષોએ પણ અહીં ઉમેદવારી નોધાવી હતી. અહીં કુલ 2, 35, 774 મતદારો છે, જેમાંથી પુરૂષ મતદારોની સંખ્યા 1, 20, 039 અને સ્ત્રી મતદારોની સંખ્યા 1, 15, 247 છે. જ્યારે 99 અન્ય મતદારો છે.
અગાઉની ચૂંટણીના પરિણામઆ બેઠક ઉપર આમ, તો વર્ષોથી કૉંગ્રેસ વિજય મેળવે છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંન્દ્રકાન્તભાઈ ડાયાભાઈ પટેલ (સી.ડી પટેલ) વચ્ચે (Chandrakant Patel BJP MLA) જંગ જામ્યો હતો. તો ભાજપના ચંદ્રકાન્ત પટેલને (Chandrakant Patel BJP MLA) 70,483 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર નિરંજન પટેલને 81,127 મત મળ્યા હતા. આ બેઠક ઉપર વર્ષ 2017માં 10,644 મતથી કૉંગ્રેસના ઉમેદવાર નિરંજન પટેલ વિજયી (Niranjan Patel Congress MLA) થયા હતા. આ બેઠક પરથી કૉંગ્રેસના નિરંજન પટેલ (Niranjan Patel Congress MLA) સતત પાંચ ટર્મ એટલે કે, 30 વર્ષથી ધારાસભ્ય તરીકે કાર્યરત્ છે. તેમની રાજકીય સફર પર નજર કરીએ તો, સૌ પ્રથમ વર્ષ 1989માં જનતાદળ સાથે જોડાઈ પેટલાદ બેઠક (Petlad Assembly Seat) ઉપર ચૂંટણીમાં ઝંપલાવ્યું જેમાં તેઓ વિજય બન્યા, ત્યાર બાદ વર્ષ 1995માં કૉંગ્રેસના મેન્ડેડ ઉપર ચૂંટણી લડ્યા, જેમાં તેમનો વિજય થયો. આ ઉપરાંત પેટલાદની (Petlad Assembly Seat) વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ચેરમેન રહ્યા, સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે.