ગુજરાત

gujarat

ETV Bharat / state

સાત વિધાનસભા બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, 12 ઉમેદવારોએ પત્રો પરત ખેંચ્યા - Candidates withdrew nomination papers in Anand

આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠકો (anand assembly seats) માટે કુલ મળી 154 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી 7 મતદાર વિભાગોમાં કુલ મળી 12 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. (Gujarat Assembly Election 2022)

સાત વિધાનસભા બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, 12 ઉમેદવારોએ પત્રો પરત ખેંચ્યા
સાત વિધાનસભા બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, 12 ઉમેદવારોએ પત્રો પરત ખેંચ્યા

By

Published : Nov 22, 2022, 1:20 PM IST

આણંદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આણંદ જિલ્લાની વિધાનસભાની (anand assembly seats) બેઠકો માટે બીજા તબક્કામાં તારીખ 5 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને લઈને આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠકો માટે કુલ મળી 154 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી થતા 32 ઉમેદવારી પત્રો રદ થયા હતા. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે 3 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા. જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લાના 7 મતદાર વિભાગોમાં કુલ મળી 12 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. (Anand assembly candidate)

ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા અંતિમ દિવસે પરત ખેંચાયેલા ઉમેદવારી પત્રો સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, 109 બોરસદ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ગોવિંદભાઈ સોલંકી તેમજ અપક્ષ ઉમેદવાર વજેસિંહ ઉદેસિંહ સોલંકી. 110 આંકલાવ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોવિંદકુંવરબા ગજેન્દ્રસિંહ રાજ. 111 ઉમરેઠ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બિંદલ લખારા તેમજ અપક્ષ ઉમેદવાર રાજુ રમેશભાઇ ઝાલા અને ભૃગુ રાજસિંહજી પ્રતાપસિંહ ચૌહાણ. 112 આણંદ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહુલકુમાર વિનોદભાઇ વસાવા તેમજ અપક્ષ ઉમેદવાર યામીન ઇબ્રાહીમભાઇ વ્હોરા અને અલ્લારખા નસીબખાન પઠાણ હતા. (Anand seven assembly seats)

ખંભાત બેઠક પર ન ખેંચ્યું આ ઉપરાંત 113 પેટલાદ બેઠક પર અપક્ષ (Candidates withdraw nomination papers) ઉમેદવાર નટવર શંકરભાઇ સોલંકી. 114 સોજીત્રા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જૈમિનકુમાર અમૃતભાઇ પરમાર તેમજ રાષ્ટ્રીય હિન્દુ એકતા દળના ઉમેદવાર અમિતકુમાર ભુપેન્દ્રભાઈ પટેલે તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. 108 ખંભાત બેઠક પર કોઇ ઉમેદવારે તેમનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે તારીખ 21 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ મળી 12 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે જિલ્લાના 7 મતદાર વિભાગના ચૂંટણી જંગમાં 69 ઉમેદવારો રહ્યા છે. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details